મે મહિનામાં બદલાઈ જશે આ રાશિના જાતકોનું જીવન! પૈસા માનસન્માન બધુ જ મળશે

જુદી જુદી રાશિના જાતકોને તેમના કર્મ આધારિત ફળની પ્રાપ્તિ થતી હોય છે. જોકે, આ ઉપરાંત વિવિધ રાશિ પર ગ્રહોનો પ્રભાવ અને તેની અસરો પણ વર્તાય છે. તેથી એની અસર પણ ચોક્કસ જોવા મળે છે.

મે મહિનામાં બદલાઈ જશે આ રાશિના જાતકોનું જીવન! પૈસા માનસન્માન બધુ જ મળશે

નવી દિલ્હીઃ બદલાતા સમયની સાથે ગ્રહોની ચાલ પણ બદલાય છે. નક્ષત્રોની દિશા પણ બદલાય છે. બદલાતી દશા અને દિશા આપણાં જીવન પર ખુબ પ્રભાવ પાડતી હોય છે. એ પ્રભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. જોકે, તેની અસર આપણાં જીવન પર ચોક્કસ થાય છે એ વાત નક્કી છે. ત્યારે આ વખતે ગ્રહોની ચાલ શું કહી રહી છે એ પણ જાણવા જેવું છે. મે મહિનામાં બદલાવા જઈ રહ્યું છે આ રાશિના જાતકોનું જીવન. આવી શકે છે જીવનમાં મોટા પરિવર્તન. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી મહિનો એટલે કે મે 2023 આ રાશિઓ માટે શુભ રહેવાનો છે. શુક્ર 2 મે, 2023 ના રોજ સંક્રમણ કરશે અને ચાર રાશિના જાતકો આનંદ કરશે. આવો જાણીએ તમારી લકી રાશીઓ કઈ છે.

આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે
આ પણ ખાસ વાંચોઃ  લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત

શુક્ર-
જ્યોતિષશાસ્ત્ર વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપનાર શુક્ર 2 મે, 2023ના રોજ બપોરે 1.46 કલાકે સંક્રમણ કરી રહ્યો છે. જે ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ છે. આ રાશિના જાતકોને આ સમયથી ઘણી સફળતા મળશે અને સુખ-સંપત્તિમાં વધારો થશે.

મેષ-
શુક્ર બીજા અને સાતમા ઘરનો સ્વામી છે અને ત્રીજા ઘરમાં સંક્રમણ થવાનું છે. મિત્રો અને પરિવારજનો સાથે સારો સમય પસાર થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. પરિવારના સભ્યો પણ નજીક આવશે અને ખુશીનું વાતાવરણ રહેશે. ટૂંકા અંતરની યાત્રા ફાયદાકારક રહેશે.

વૃષભ-
શુક્ર જીવનમાં સુસંગતતા અને સંપત્તિ આપશે. તમે કમાણી સાથે બચત પણ કરી શકશો. ભૌતિક સુખોનો આનંદ મળશે. કરિયર પણ ઉંચાઈએ જોવા મળશે. દરેક જગ્યાએ પ્રશંસા અને પ્રોત્સાહન મળશે. તમે તમારી વાણીથી લોકોના દિલ જીતી લેશો.

કન્યા રાશિ-
10મા ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે સમૃદ્ધિ લાવશે. અટકેલા કામ શરૂ થશે. પગાર વધશે. કરિયર માટે સારો સમય છે. ભગવાનની કૃપાથી ભાગ્ય તમારો સાથ આપશે. તમે કોઈ નવો ધંધો પણ કરી શકો છો.

કુંભ-
તમારા 5માં ભાવમાં ગોચર કરવાથી, શુક્ર પ્રેમ સંબંધોને મધુર બનાવશે. જીવનસાથીનો તમારા પ્રત્યેનો પ્રેમ વધશે. લાંબા વેકેશન પર જઈ શકો છો. તે સંપત્તિનો સરવાળો છે. ભવિષ્યની યોજના બનાવવાનો આ યોગ્ય સમય છે. ધાર્મિક રીતે તમે વધુ સમર્પિત બનશો.

(Discalimer- આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે, જેની પુષ્ટિ ઝી મીડિયા દ્વારા કરવામાં આવી નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news