Black Thread:કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કરે છે કામ, શનિ ગ્રહ સાથે છે કાળા દોરાનો સીધો સંબંધ

Black Thread: કાળા દોરાનો સંબંધ ન્યાયના દેવતા શનિ સાથે પણ છે. ખાસ કરીને જે લોકો ગળામાં કાળો દોરો પહેરે છે તેમને ઘણા ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાળો દોરો પહેરવાના કયા કયા ફાયદા છે.

Black Thread:કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કરે છે કામ, શનિ ગ્રહ સાથે છે કાળા દોરાનો સીધો સંબંધ

Black Thread: તમે ઘણા એવા લોકો જોયા હશે જેમના હાથમાં પગમાં અથવા તો ગળામાં કાળો દોરો બાંધેલો. શરીરના આ અંગો પર કાળો દોરો બાંધવાના ઘણા કારણ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળો દોરો બાંધવાની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવાથી કોઈની ખરાબ નજરથી બચી જવાય છે. આ સિવાય કાળા દોરાનો સંબંધ ન્યાયના દેવતા શનિ સાથે પણ છે. ખાસ કરીને જે લોકો ગળામાં કાળો દોરો પહેરે છે તેમને ઘણા ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાળો દોરો પહેરવાના કયા કયા ફાયદા છે.

કાળો રંગ શનિનો રંગ છે. જો તમે કાળો દોરો ધારણ કરો છો તો શનિની ખરાબ નજરથી બચાવ થાય છે અને શનિદોષ સંબંધી કષ્ટ પણ ઓછા થાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ ગળામાં કાળો દોરો પહેરે છે તેના પર શનિની કુદ્રષ્ટિ વ્યક્તિ પર પડતી નથી અને તે ઝડપથી પ્રગતિ કરે છે. 

ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી બચી જવાય છે. સાથે જ નકારાત્મક શક્તિઓ વ્યક્તિથી દૂર રહે છે. ખાસ કરીને નાના બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવો જોઈએ. આ સિવાય હાથ અને પગમાં પણ કાળો દોરો પહેરાવી શકાય છે. કાળો દોરો બાંધવાથી બાળકને ખરાબ નજર લાગતી નથી.

જે લોકો વારંવાર બીમાર પડતા હોય છે તેમને પણ કાળો દોરો પહેરાવી શકાય છે. માન્યતા છે કે ગળામાં કાળો દોરો પહેરાવાથી બીમારી દૂર થાય છે. કાળો દોરો પહેરવાથી બધી જ નકારાત્મક ઉર્જા અને નજર દોષ તેમાં સમાઈ જાય છે તેથી નકારાત્મક ઊર્જાનો ખરાબ પ્રભાવ શરીર પણ પડતો નથી જેથી બીમારી દૂર થાય છે. આ રીતે કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કામ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news