જેના ઘર પર આ પક્ષી આવીને બેસે, તરી જાય છે એની સાત પેઢીઓ! જોતા જ ખુલી જાય છે કિસ્મત

દેવી-દેવતાઓના પશુ અને પક્ષીઓની વાત માની લીધી અને પોતાના માટે એક-એક પક્ષી અથવા પશુને વાહન તરીકે પસંદ કર્યું. આમ કરતા દરેક દેવી-દેવતાઓને પોતાના માટે એક-એક વાહક શોધી લીધા. પરંતુ મા લક્ષ્મી ઉંડા વિચારમાં હતા અને તેમને સમજણ નહતી પડતી કે ક્યા પશુ કે પક્ષીને પોતાનું વાહન બનાવે.  

જેના ઘર પર આ પક્ષી આવીને બેસે, તરી જાય છે એની સાત પેઢીઓ! જોતા જ ખુલી જાય છે કિસ્મત

ઝી બ્યરો, અમદાવાદઃ કહેવાય છેકે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર...કંઈ જ આ પંક્તિને અનુરૂપ લોકોને અલગ અલગ ભગવાન, દેવી-દેવતાઓમાં શ્રદ્ધા હોય છે. અલગ અલગ દેવી દેવતાઓના અલગ અલગ વાહનો પણ હોય છે. પણ અહીં વાત કરવામાં આવી છે એક એવા પક્ષીની જે માતાજીનું વાહન છે. જેને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છેકે, આ પક્ષી જો કોઈના ઘર પર, કોઈના ધાબે કે કોઈના મેઢેં જઈને બેસે અથવા કોઈના ઉંબરે પણ આવી ચઢે તો એની સાત પેઢીઓ તરી જાય છે.

એટલું જ નહીં માન્યતા એવી પણ છેકે, આ પક્ષી ખાલી જોવા પણ મળી જાય તો કિસ્મત ખુલી જાય છે. અને જો તમે આ પક્ષીને સ્પર્શી શકો તો કોઈપણ તમારી કિસ્મત ચમકતા રોકી ન શકે. અહીં વાત થઈ રહી છે માતા લક્ષ્મીજીના વાહનની. અહીં વાત થઈ રહી છે માતાજીના વાહન ઘુવડની. મા લક્ષ્મીની પૂજા કરવા પર જીવનમાં ધનની ક્યારેય ખોટ થતી નથી. શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીનું પૂજન કરવાથી ધનના માર્ગ ખુલી જાય છે. શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સમર્પિત છે અને આ દિવસે મા લક્ષ્મીની વિશેષ રીતે પૂજા કરવાથી લાભ મળે છે.તે સાથે જ મા લક્ષ્મીને  તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે, મા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પુરી કરે છે.

શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે અને તે ઘુવડની સવારી કરે છે. તેથી પૂજા કરતી વખતે માતાને કમળનું ફૂલ અર્પણ કરવાથી તમને જીવનમાં સફળતા મળે છે. એટલું નહીં  ઘુવડના દર્શન કરવાથી તમારો સમય બદલાઈ જાય છે. માતા લક્ષ્મીજીના વાહન ઘુવડ સાથે પણ વાયકા જોડાયેલી છે.

કહેવામાં આવે છે કે, આ સંસાર બન્યા બાદ માતા લક્ષ્મી ઘણા બધા દેવી-દેવતાઓની સાથે ધરતીનું ભ્રમણ કરવા માટે આવ્યાં હતાં. દેવી-દેવતાઓને ધરતી પર જોઇ દરેક પશુ-પક્ષી ખુશ થઇ ગયા. તેમણે જોયુ કે દેવી-દેવતાઓની પાસે ધરતી પર ફરવા માટે કોઇ વાહન નથી. તેવામાં પશુ-પક્ષીના એક સાથે મેળવીને દેવી-દેવતાઓને પ્રાર્થના કરી કે તે પોતાને પોતાના વાહન તરીકે પસંદ કરી લે, અને તેની પર બેસીને સંપૂર્ણ પૃથ્વી ભ્રમણ કરે. 

દેવી-દેવતાઓના પશુ અને પક્ષીઓની વાત માની લીધી અને પોતાના માટે એક-એક પક્ષી અથવા પશુને વાહન તરીકે પસંદ કર્યું. આમ કરતા દરેક દેવી-દેવતાઓને પોતાના માટે એક-એક વાહક શોધી લીધા. પરંતુ મા લક્ષ્મી ઉંડા વિચારમાં હતા અને તેમને સમજણ નહતી પડતી કે ક્યા પશુ કે પક્ષીને પોતાનું વાહન બનાવે.  

તેવામાં મા લક્ષ્મીએ દરેક પશુઓ અને પક્ષીઓને કહ્યું કે, હવેથી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે પૃથ્વી પર વિચારવા આવશે. તેથી હવે જ્યારે કાર્તિક અમાવસ્યા હશે ત્યારે તે દિવસે તે ધરતી પર આવીને પોતાનું વાહન પસંદ કરશે. ત્યાર બાદ મા લક્ષ્મી કાર્તિક અમાવસ્યાના રોજ પૃથ્વી પર રાત્રીના સમયે આવ્યાં, તે દરમિયાન ફક્ત ઘુવડ જ જોવા મળ્યું. આસપાસ માતાજીને કોઈ અન્ય પશુ-પક્ષી જોવા ન મળ્યાં. ઘુવડે માતાજીને પોતાનું વાહન બનાવવાની પ્રાર્થના કરી. માતાજીએ ત્યાર બાદ ઘુવડને પોતાનું વાહન બનાવી લીધું. ત્યાર બાદથી ઘુવડ પર બેસીને જ માતા લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. ત્યારથી ઘુવડને જોવું એ શુભ સંકેત માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં ઘુવડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડ જો કોઇને જોવા મળે તો તેની પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. આ જ પ્રકારે ઘુવડ જો તમારા ઘરના ઘાબા પર આવીને બેસે તો તે પણ શુભ માનવામાં આવે છે. જો ઘુવડ તમને સ્પર્શે તો તેનો અર્થ છે કે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે. રાત્રીના સમયે ઘુવડની નજર તમારી પર પડે કે તેનો અવાજ સાંભળવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news