Vastu Tips: બાળક ભણવામાં કરતું હોય આળસ તો સ્ટડી રુમમાં રાખો આ છોડ, અભ્યાસમાં વધશે રુચિ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં બાળકોના રૂમને લઈને પણ કેટલાક જરૂરી નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમકે જો બાળક ભણવામાં આળસ કરતું હોય અને અભ્યાસમાં મન ન લાગતું હોય તો બાળકોના ભણવાના રૂમમાં કેટલાક છોડ રાખવા જોઈએ. યોગ્ય દિશામાં આ છોડ રાખવાથી બાળકનું મન અભ્યાસમાં એકાગ્ર થાય છે. 

Vastu Tips: બાળક ભણવામાં કરતું હોય આળસ તો સ્ટડી રુમમાં રાખો આ છોડ, અભ્યાસમાં વધશે રુચિ

Vastu Tips: જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલાક છોડનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર આ છોડને ઘરમાં રાખવામાં આવે તો તેનાથી સકારાત્મક ફેરફાર જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ રાખવાના કેટલાક નિયમ હોય છે. દરેક છોડને રાખવાની યોગ્ય દિશા પણ નક્કી હોય છે. જો નિયમ અનુસાર ઘરમાં છોડ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

વાસ્તુશાસ્ત્રમાં બાળકોના રૂમને લઈને પણ કેટલાક જરૂરી નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમકે જો બાળક ભણવામાં આળસ કરતું હોય અને અભ્યાસમાં મન ન લાગતું હોય તો બાળકોના ભણવાના રૂમમાં કેટલાક છોડ રાખવા જોઈએ. યોગ્ય દિશામાં આ છોડ રાખવાથી બાળકનું મન અભ્યાસમાં એકાગ્ર થાય છે અને બાળક સારી રીતે અભ્યાસ કરતું થઈ જાય છે. 

આ પણ વાંચો:

વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોનો ભણવાનો રૂમ પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. સાથે જ બાળકોના રૂમમાં કેટલાક ઇન્ડોર પ્લાન્ટ પણ લગાડવા જોઈએ. તો ચાલો તમને જણાવીએ બાળકોના સ્ટડી રૂમમાં કયા કયા છોડ રાખવાથી સકારાત્મક પરિણામ જોવા મળે છે. 

ઓર્કિડ

અર્કિટ એવો છોડ છે જે આખું વર્ષ ખીલે છે. દેખાવમાં તે કલરફુલ હોય છે અને તે પોતાની તરફ સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. આ છોડ જે રાખેલું હોય છે ત્યાં આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે. આ છોડ સ્ટડી રૂમમાં રાખવાથી બાળકોનો મૂડ પણ સારો રહે છે અને તેઓ એકાગ્રતાથી અભ્યાસ કરે છે.

પીસ લીલી

પીસ લીલી ના છોડ પણ એવા છે જેને સંભાળની જરૂર ઓછી હોય છે. આ છોડ જ્યાં હોય છે ત્યાં વાતાવરણ સાફ અને હવાદાર રહે છે આ છોડ મનને શાંત કરે છે અને એકાગ્ર બનાવે છે. બાળકોના રૂમમાં આ છોડ રાખશો તો બાળકોનું મન અભ્યાસમાં લાગશે.

આ પણ વાંચો:

પોનીટેલ પામ

પોનટલ પામનો છોડ કાર્બન ડાયોક્સાઇડ ને રિસાયકલ કરી ઓક્સિજન બનાવે છે. આ કારણ છે કે તેને સ્ટડી રૂમમાં રાખવાથી વાતાવરણ સાફ અને હેલ્ધી રહે છે સાથે જ બાળકો અભ્યાસમાં સારી રીતે ફોકસ પણ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news