Holika Dahan 2023 Rules: હોળીકા દહન પર ભૂલથી પણ ન પહેરશો આ 2 રંગના કપડાં, થઈ જશો કંગાળ

Holika Dahan 2023: હોળીને બુરાઈ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં હોળીકા દહનના દિવસે 2 ખાસ રંગોના વસ્ત્રો પહેરવાની મનાઈ કરવામા આવી છે. ચાલો જાણીએ કે આ રંગો કયા છે?

Holika Dahan 2023 Rules: હોળીકા દહન પર ભૂલથી પણ ન પહેરશો આ 2 રંગના કપડાં, થઈ જશો કંગાળ

Holika Dahan 2023 Rules: ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર હોળી 2 દિવસ પછી આવવાનો છે. આ વખતે 7મી માર્ચે હોળીકા દહન અને 8મી માર્ચે રંગોની હોળી છે. એવું માનવામાં આવે છે કે હોળીકા દહનના દિવસે પરિવાર પર પ્રભુત્વ ધરાવતી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોળીકા દહન સાથે જોડાયેલા આ નિયમો શું છે, આજે અમે તમને જણાવીશું વિગતવાર માહીતી..

આ રંગના કપડાં ન પહેરો
જ્યોતિષીઓ અનુસાર, હોળીકા દહનના દિવસે કાળા અને સફેદ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ રંગોના કપડાંથી નકારાત્મક ઉર્જા ઝડપથી આકર્ષિત થાય છે. આવી સ્થિતિમાં, હોળીકા દહન સમયે તે શક્તિઓ સમાપ્ત થવાને બદલે, તેઓ સફેદ-કાળા રંગને વળગીને ઘરે પાછી આવી શકે છે.

No description available.

જરૂરિયાતમંદોને દાન કરવાનું ભૂલશો નહીં
એવું માનવામાં આવે છે કે હોળીકા દહનની પૂજા દરમિયાન તમારું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં દહન બાદ તમારી ક્ષમતા અનુસાર, તમારે જરૂરિયાતમંદોને દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા વરસે છે.

તામસિક પ્રકૃતિની વસ્તુઓથી દૂર રહો
ધાર્મિક વિદ્વાનો કહે છે કે હોળીકા દહનના દિવસે સિગારેટ-દારૂ, માંસાહારી જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ તામસિક પ્રકૃતિની છે જેના કારણે મનુષ્યમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેના બદલે, વ્યક્તિએ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ

No description available.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news