Astro Tips: બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે અશુભ, જાણો શા માટે ન કરવું આ કામ

Astro Tips: ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ બેઠા હોય ત્યારે સતત પગ હલાવતા રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રીતે પગ હલાવવા અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખુરશી પર પલંગ પર કે કોઈપણ ઊંચી જગ્યાએ બેઠા પછી લટકતા પગને સતત હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે. તેવામાં ચંદ્રનો અશુભ પ્રભાવ જીવન પર વધે છે અને તે વ્યક્તિ માનસિક રીતે ચિંતામાંથી પસાર થાય છે. 

Astro Tips: બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે અશુભ, જાણો શા માટે ન કરવું આ કામ

Astro Tips: ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ બેઠા હોય ત્યારે સતત પગ હલાવતા રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રીતે પગ હલાવવા અશુભ માનવામાં આવે છે. આ આદતનો ખરાબ પ્રભાવ સ્વાસ્થ્ય અને ધન પર પડે છે. ચાલો આજે તમને જણાવીએ આ રીતે પગ હલાવવું શા માટે અશુભ ગણવામાં આવે છે. આ કારણ જાણી લેશો પછી તમે આ આદત છોડી દેશો. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખુરશી પર પલંગ પર કે કોઈપણ ઊંચી જગ્યાએ બેઠા પછી લટકતા પગને સતત હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે. તેવામાં ચંદ્રનો અશુભ પ્રભાવ જીવન પર વધે છે અને તે વ્યક્તિ માનસિક રીતે ચિંતામાંથી પસાર થાય છે. 

આ પણ વાંચો: 

ચંદ્રના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં શાંતિ મળતી નથી. સાથે જ આ વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે અને આર્થિક સ્થિતિ પણ ચિંતાજનક રહે છે. 

બેઠા હોય ત્યારે સતત પગ હલાવવાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે અને વ્યક્તિના જીવનમાં બરકત રહેતી નથી. ધનનો ખર્ચ વધી જાય છે અને દરિદ્રતા વધે છે. જો તમે ભોજન કરતી વખતે પણ પગ હલાવતા હોય તો તેનાથી મા અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરમાં ધન અને ધાન્યની ખામી રહે છે. 

જો પૂજા-પાઠ કરતી વખતે સતત પગ હલાવવામાં આવે તો પૂજા નું ફળ મળતું નથી. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઓછી કરી નાખે છે આવી સ્થિતિમાં માણસ નિર્ણય લેતા પહેલા પણ વિચારી શકતા નથી. તેમનું મનોબળ ઘટી જાય છે.

મેડિકલ સાયન્સમાં પણ પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ એક ગંભીર બીમારી છે. આ બીમારીના કારણે હૃદય, કિડની અને પાર્કિંગસન્સ જેવી સમસ્યા પણ વધવા લાગે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news