Guruwar Upay: ગુરુવારે કરેલા હળદરના આ ટોટકાથી મળે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ

Guruwar Upay: જો તમે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે હળદરના કેટલાક વિશેષ ઉપાય કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની ખામી નહીં રહે.

Guruwar Upay: ગુરુવારે કરેલા હળદરના આ ટોટકાથી મળે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ

Guruwar Upay: શાસ્ત્રોમાં હળદરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મના લગભગ દરેક શુભ કાર્યોમાં હળદરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે હળદરને પૂજા સામગ્રીમાં સામેલ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે અને હળદર પણ પીળી હોય છે. હળદર પવિત્ર હોય છે તેથી ગુરૂવારના દિવસે વિષ્ણુ પૂજામાં હળદરનો ઉપયોગ અચૂક કરવો. 

હિન્દુ ધર્મ અનુસાર ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તો તેના પર માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહે છે. જો તમે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે હળદરના કેટલાક વિશેષ ઉપાય કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની ખામી નહીં રહે.

ગુરુવારે કરવાના હળદરના ટોટકા

1. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે હળદર ગોળ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. 

2. જો તમારા જીવનમાં આર્થિક સંકટ છે તો ગુરૂવારના દિવસે હળદરની ગાંઠને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આ ટોટકો કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. 

3. ગુરૂવારના દિવસે શુભ મુહૂર્તમાં હળદરની ગાંઠનો એક ટુકડો પર્સમાં મૂકી દેવો. આ ટુકડાને હંમેશા પોતાની સાથે રાખો. તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે. 

4. ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. પૂજા કરો ત્યારે કેળાના ઝાડમાં હળદર અર્પણ કરવી. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ નો વાસ કેળાના ઝાડમાં હોય છે. ગુરુવારના દિવસે જો તમે કેળાના ઝાડની પૂજા કરી તેને હળદર અર્પણ કરો છો તો આ પૂજા સ્વયં વિષ્ણુજીને પહોંચે છે. 

5. ગુરૂવારના દિવસે હળદરની ગાંઠની એક માળા બનાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી જીવનમાં આવેલી દરેક પ્રકારની બાધા દૂર થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news