બહુચરાજી મંદિરમાં ભક્તોને પીરસાતી ભોજનની થાળી મોંઘી થઈ! ભાવ ડબલ કરી દેવાયા
Bahucharaji Mataji Temple : ગુજરાતના પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં ભક્તોને પીરસાતી ભોજનની થાળી મોંઘી થઈ, લાડુ ઉમેરી થાળીના રૂ.30 થી વધારીને રૂ.60 કરાયા, ત્યારે અંબાજી મંદિરની જેમ બહુચરાજીમાં પણ વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરવા ભક્તોની લાગણી સાથે માંગણી
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : બહુચરાજી યાત્રાધામ માં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરી દેવામાં આવ્યો છે બહુચરાજી મંદિરમાં વાર્ષિક દાનની કરોડોમાં આવક થતી હોય અંબાજીના જેમ બહુચરાજીમાં પણ વિના મૂલ્ય ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવે તેવી લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.
- બહુચરાજી મંદિરે ભોજનની થાળીનો દર ડબલ થયો
- લાડુ ઉમેરી થાળીના રૂ.30 થી વધારીને રૂ.60 કરાયા
- યાત્રાધામ બહુચરાજીમાં લાખો ભક્તો વર્ષે દહાડે દર્શને આવતા હોય છે
- બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં અપાય છે ભોજન
- 2018 ના ટેન્ડર મુજબ બપોરે રૂ.30 અને રાત્રે રૂ.24 માં ભોજન અપાતું હતું
- હવે બપોરનું ભોજન લાડુ સાથે રૂ.60 માં અને રાત્રે રૂ.36 નક્કી કરાયા
- વર્ષે અંદાજે 5.50 લાખ યાત્રિકો ભોજનનો લાભ લેતા હોય છે
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન પ્રસાદમાં થાળીનો દર ૩૦ રૂપિયાથી વધારીને 60 રૂપિયા કરવામાં આવ્યો છે બહુચર ભોજનાલયમાં અત્યાર સુધી 2018 ના ટેન્ડર મુજબ બપોરે 30 રૂપિયા માં ભોજન પ્રસાદ અપાતો હતો અને રાત્રે 24 રૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલ ટેન્ડરમાં એલ વન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં બપોરનું ભોજન લાડુ સાથે થાળીદાર રૂપિયા 60 અને રાત્રી ભોજન પ્રસાદનો થાળીદાર રૂપિયા 36 નક્કી કરવામાં આવ્યો છે અને આ નવા દર એક સપ્ટેમ્બર થી લાગુ કરી દેવામાં આવ્યા છે.
2018 ના ટેન્ડર પ્રમાણે અગાઉ 30 રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું જેના દર અત્યારે 60 રૂપિયા કરવામાં આવતા દૂર દૂરથી આવતા યાત્રિકોને પણ આંચકો લાગ્યો છે દૂર દૂરથી યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે જેમની ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે અને અગાઉ 30 રૂપિયા થાળીદાર હોવાથી યાત્રિકો સામાન્ય ધર્મ ભોજન પ્રસાદ લેતા હતા પરંતુ નવા ટેન્ડર પ્રમાણે એજન્સીએ ૬૦ રૂપિયા ભાવ કરાતા ક્યાંક યાત્રિકોમાં આંચકો અનુભવાયો છે.
ભોજનના નવા ભાવ અને જુના ભાવની વાત કરીએ તો...
- પહેલા બપોરે 30 રૂપિયામાં ભોજન અપાતું જે હવે 60 રૂપિયામાં ભોજન આપવામાં આવી રહ્યું છે રહ્યું છે
- પહેલા રાત્રે 24 રૂપિયામાં ભોજન અપાતું હતું જે હવે 36 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે
- લાડુનો પ્રસાદ પહેલા 16 રૂપિયામાં આપવામાં આવતો. જે હવે 17 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે
માતાજીના દર્શને આવતા યાત્રિકોને ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે તેમની ઈચ્છા પૂરી થાય તે માટે બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભોજનમાં લાડુ ફરજિયાત કરવામાં આવ્યો છે જેથી યાત્રિકોને મા બહુચરના પ્રસાદનો લાભ મળી રહે ભોજનાલયની જો વાત કરીએ તો વર્ષે અંદાજે 5.50 લાખથી પણ વધુ યાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લે છે બહુચરાજી મંદિરમાં વર્ષે 10 કરોડથી વધુ અંદાજિત દાનની આવક થાય છે જેથી અંબાજીની જેમ બહુચરાજીમાં પણ યાત્રિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપવામાં આવે તેવી લાગણી યાત્રિકો અને મારી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે