Grah Gochar 2025: નવા વર્ષમાં ધન અને મીન સહિત 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, ગુરુ 3 વખત કરશે રાશિ પરિવર્તન!

Grah Gochar: વર્ષ 2025માં દેવગુરુ બૃહસ્પતિ 3 વખત રાશિ પરિવર્તન કરી પોતાની ચાલ બદલશે. દેવગુરુના આ રાશિ પરિવર્તનને કારણે 5 રાશિઓનું ભાગ્યોદય થવાની પ્રબળ શક્યતાઓ છે. ચાલો જાણીએ, કઈ તારીખે તેઓ તેમની ચાલ બદલશે અને આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?

Grah Gochar 2025: નવા વર્ષમાં ધન અને મીન સહિત 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, ગુરુ 3 વખત કરશે રાશિ પરિવર્તન!

Grah Gochar: વૈદિક જ્યોતિષની ગાણિતિક ગણતરી મુજબ વર્ષ 2025માં દેવગુરુ બૃહસ્પતિ 3 વખત રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષીઓના મતે નવા વર્ષમાં ત્રણ વખત દેવગુરુની રાશિ પરિવર્તન કરવું એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. બૃહસ્પતિ તમામ દેવતાઓ અને ગ્રહોના ગુરુ છે અને તે તમામ 9 ગ્રહોમાં સૌથી વધુ શુભ પણ છે. તેઓ શિક્ષણ, ધર્મ, જ્ઞાન, ધન, લગ્ન અને સંતાન સુખના કારક એટલે સ્વામી અને નિયંત્રક ગ્રહ છે. જ્યારે બૃહસ્પતિ પોતાની રાશિ બદલે છે, ત્યારે તમામ રાશિઓ પર તેની ઊંડી અને વ્યાપક અસર પડે છે.

2025માં ક્યારે રાશિ બદલશે ગુરુ?
બૃહસ્પતિનું રાશિ પરિવર્તન એ જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસનું મહત્વનું પાસું છે. તે વ્યક્તિના જીવનમાં થનાર બદલાવોનો સંકેત આપે છે.

  • 2025માં ગુરુ બૃહસ્પતિનું પ્રથમ રાશિ પરિવર્તન 14 મે 2025 બુધવારની રાત્રે 11:20 વાગ્યે થશે, જ્યારે ગુરુ બૃહસ્પતિ વૃષભમાંથી બહાર નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
  • શનિવાર 18 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 9:39 વાગ્યે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. પોતાની આ રાશિ ગોચર દરમિયાન ગુરુ ગ્રહ વક્રી થવાનો છે.
  • 2025માં ગુરુ બૃહસ્પતિનું ત્રીજું રાશિ પરિવર્તન શુક્રવાર 5 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3:38 વાગ્યે થશે અને તે ફરી એકવાર મિથુન રાશિમાં વાપસી કરશે.

અબજ પ્રેમની ગજબ કહાની! યુવકને થયો ઓનલાઈન પ્રેમ, લગ્નના દિવસે યુવતી એવું કર્યું કે...

બૃહસ્પતિ ગોચર 2025નું રાશિઓ પર અસર
વર્ષ 2025માં બૃહસ્પતિ 3 વખત રાશિ પરિવર્તન કરવાથી 5 રાશિઓ માટે શુભ ફળ આપશે. ચાલો જોઈએ કે બૃહસ્પતિનું ગોચર આ 5 રાશિના લોકોના જીવન પર કેવી સકારાત્મક અસર કરે છે અને તે કેવા સારા ફેરફારો લાવશે?

મેષ રાશિ
મેષ રાશિના લોકોની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે નવા કાર્યો કરવા માટે ઉત્સાહિત રહેશો. આ દરમિયાન ધન લાભ થવાની સંભાવના છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. નોકરીમાં વધારાની આવક મેળવવાની તક મળશે. સાથે કામ કરતા લોકો સાથેના સંબંધો મધુર રહેશે. વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. નવા વ્યાપારિક સંબંધ બનવાથી વેપારનો વિસ્તાર થશે. તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે. તેનાથી મન શાંત રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે. શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. લવ લાઈફમાં સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને માનસિક શાંતિ મળશે.

કર્ક રાશિ
નવા વર્ષમાં ગુરુની કૃપાથી કર્ક રાશિના લોકોની માનસિક સ્થિરતામાં વૃદ્ધિ થશે. તમે વધુ ધૈર્યવાન અને સ્થિર બનશો. પૈસા કમાવવાના પ્રયાસોથી આવકમાં વધારો થશે. આ દરમિયાન જબરદસ્ત ઘન લાભ થવાનો યોહ બની રહ્યો છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. નોકરીમાં સ્થિરતા રહેશે અને આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. યાત્રાઓ લાભદાયી રહેશે. વેપારમાં લાભ થશે. નવા કાર્યની શરૂઆત કરવાની તક મળશે. તમને કોઈ નવા રોકાણથી ફાયદો થશે. રચનાત્મક કાર્યમાં રસ વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અટકેલા કામ પૂરા થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમને દેવાથી મુક્તિ મળશે. નવી તકો પ્રાપ્ત થશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમને સફળતા મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોની બુદ્ધિ, સ્વભાવ અને કાર્ય ક્ષમતામાં સકારાત્મક બદલાવ આવશે. તમારી વાતચીત અને સંચાર કૌશલ્યમાં સુધારો થશે. ઘન લાભ થવાની પ્રબળ સંભાવના છે. વિદ્યાર્થી જાતકોને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સરકારી નોકરી મેળવવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. કોઈ નવા મિત્ર સાથે મુલાકાત થશે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં સંતુલન રહેશે. લગ્નનો યોગ બનશે. શેરબજાર અથવા લોટરી જીતવાથી અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. તમે રૂપિયા બચાવવામાં પણ સફળ થશો. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે અને પરિવારના સભ્યો સાથે પણ સારા સંબંધો રહેશે. રોમેન્ટિક જીવનમાં ઉત્સાહ અને રોમાંચ રહેશે. નવા સંબંધો બની શકે છે.

ધન રાશિ
ગુરુ બૃહસ્પતિ વર્ષ 2025માં 3 વખત રાશિ પરિવર્તન કરવાથી ધન રાશિના જાતકો પર ખૂબ જ સકારાત્મક અસર પડી શકે છે. તમારી ભાવનાત્મક બુદ્ધિમાં વધારો થશે અને તમે વધુ સહાનુભૂતિશીલ બનશો. વેપારમાં વૃદ્ધિ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. નોકરીમાં ઉન્નતિની તક મળશે. સહકર્મીઓ સાથેના સંબંધો મધુર રહેશે. કોઈ સ્પર્ધામાં સફળતા મળવાથી અચાનક ઘન લાભ થઈ શકે છે. તમે તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરીને નવો વ્યવસાય શરૂ કરી શકો છો અને અપાર ઘન કમાઈ શકો છો. પરિવાર સાથે સમય પસારમાં તેમને આનંદ મળશે. પારિવારિક સમારોહમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો. રોમેન્ટિક જીવનમાં રોમાંચ અને ઉત્સાહ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને એનર્જી લેવલ વધારે રહેશે.

મીન રાશિ
તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ મહેનતુ અને દૃઢ નિશ્ચયી બનશો. કોઈ યાત્રા પર જવાનો મોકો મળશે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાણ લાભદાયી સાબિત થશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે. યાત્રાઓ લાભદાયી રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન ખુશ રહેશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે. ફેશન અથવા મનોરંજનના ક્ષેત્રમાં સફળતાથી તમને આર્થિક લાભ થશે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધ મધુર રહેશે. રોમેન્ટિક જીવનમાં રોમાંચ અને ઉત્સાહના રહેશે. નવા સંબંધો બની શકે છે અને વર્તમાન સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક તણાવ ઓછો થશે.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news