શુક્રવારે કરેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, શ્રદ્ધાથી કરનારને અચૂક મળે છે ફળ
Dhan Labh Upay: હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. આ સિવાય આ દિવસ શુક્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
Trending Photos
Dhan Labh Upay: હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. આ સિવાય આ દિવસ શુક્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીની પૂજા શુક્રવારે કરવાની સાથે આ ઉપાયો કરવાથી પણ ફાયદો થાય છે. આ ઉપાયો કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તો ચાલો તમને જણાવીએ શુક્રવારે કરવાના આ ઉપાયો વિશે
શુક્રવારના ઉપાય
1. શુક્રવારના દિવસે ગાયને ઘરમાં બનેલી પહેલી રોટલી ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખામી નહીં થવા દે.
આ પણ વાંચો:
2.આર્થિક તંગીથી પરેશાન લોકોએ શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા કરીને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. સાથે જ કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યનો સામાન આપવો જોઈએ.
3. આર્થિક નુકસાનમાંથી બહાર આવવા માટે અને ધન લાભ થાય તે માટે શુક્રવારના દિવસે બાર કોડી બાળી અને તેની રાખ બનાવી લેવી. આ રાખને લીલા કપડામાં બાંધીને જળમાં પ્રવાહિત કરી દેવી. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે.
4. શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તમે શુક્રવારે સફેદ વસ્ત્ર, ચોખા, લોટ, ખાંડ, દૂધ, દહીં વગેરેનું દાન કરી શકો છો.
5. જો તમારા કોઈ કામમાં વારંવાર બાધા આવતી હોય તો શુક્રવારે કાળી કીડીઓને ખાંડ ખવડાવો તેનાથી લાભ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે