ગીતાજી કોર્ટમાં નહીં,હાર્ટમાં રહેવી જોઇએ: મોરારિબાપુ
મોરારિ બાપુએ જણાવ્યું કે આજે ઘણા અર્થોમાં આખી દુનિયા માટેનો વૈશ્વિક દિવસ છે.આજે માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ, પ્રતિવર્ષ કોઈપણ જગ્યાએ હોઉં, ગીતા જયંતી ઉપર ગીતા વિદ્યાલય જોડિયાધામમાં પહોંચી જઉં છું વર્ષોથી ચાલ્યું
Trending Photos
અમદાવાદ: ભાગવત કથાની પ્રગટ સ્થલી પર રામકથા ગાયનના શુક સ્મરણ સાથે કથાનો આરંભ થયો.જેને જ્ઞાન વૈરાગ્ય ની પાંખ લાગી ગઈ છે એ શુક તો ઊડી ગયો,વ્યાસ તેની પાછળ પાછળ જાય છે જે વૃક્ષની શાખા પર શુક જાણે બેઠા છે એ જ વૃક્ષ ની શાખા વ્યાસને જવાબ આપે છે ફરી પાછો શુક ઉડી અને બીજી શાખા પર જાય છે ફરી વ્યાસ તેની પાછળ જાય છે ત્યાંથી ફરી પાછો જવાબ આપે છે.આ રીતે સતત ગતિ થઈ છે .
મોરારિ બાપુએ જણાવ્યું કે આજે ઘણા અર્થોમાં આખી દુનિયા માટેનો વૈશ્વિક દિવસ છે.આજે માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ, પ્રતિવર્ષ કોઈપણ જગ્યાએ હોઉં, ગીતા જયંતી ઉપર ગીતા વિદ્યાલય જોડિયાધામમાં પહોંચી જઉં છું વર્ષોથી ચાલ્યું .બ્રહ્મલીન પૂજ્ય વિરાગ મુનિ ઘણા વર્ષ પહેલા ચાલ્યા ગયા એ પછી આ કોરોનાના વખતમાં યોગેશભાઈ શાસ્ત્રી પણ ચાલ્યા ગયા ગીતા વિદ્યાલયમાં દરેક પ્રકારનું યોગદાન આપનાર માર્ગદર્શક, ઉદઘોષક, વિદ્વાન એવા અમારા લાભુદાદા હાજર છે એને પણ સ્મરું. સંચાલક ,વ્યવસ્થાપક કહો કે સેવક એને પણ યાદ કરું અને આપની સામે આજે સંગીત મંડળી બેઠી છે જે ગીતા રામાયણ સ્વાધ્યાય કરે છે.
પંકજ,હકો, કીર્તિ આ બધા ગીતા વિદ્યાલય ની દેન છે .કથાકારોની ત્રિવેણી વખતે સર્વ ભાઈ બહેન ગીતા જયંતી ઉપર મોટાભાગે મળતા આ બધા જ પ્રસિદ્ધ -અપ્રસિદ્ધ ભાગવત કથા ગાયકોને પણ યાદ કરું છું. વિનુભાઈ આ વખતે કહેલું કે બાપુ આ વર્ષે ઉત્સવ નહીં મનાવીએ પરંતુ ગીતા યજ્ઞ કરીશું ,માનસ પાઠ ,ગીતા- વેદ- ભાગવતની પૂજા કરીશું અને અમારા ઉદયભાઇ શાસ્ત્રી પૂજા કરાવશે.તો બાપ બધાને કહું કે હમ સબ આપકે સાથ હૈ.આખા વિશ્વને ગીતા જયંતિ ની વધાઈ હો વધાઈ હો .યોગેશ બાપા શાસ્ત્રીએ કહેલું કે કોઇ ગ્રંથની જયંતિ મનાવાતા હોય એવો કદાચ એકમાત્ર ગ્રંથ ગીતાજી છે.
ગ્રંથ કારની, પ્રધાન નાયકની જયંતિઓ મનાવાતિ રહે છે પણ વિશ્વમાં એકમાત્ર આ ગ્રંથ છે જેની જયંતિ મનાવાય છે.સાથે-સાથે હું જેમને વારંવાર યાદ કરું છું કે સ્વામી શરણાનંદજી મહારાજની પણ નિર્વાણ તિથિ છે સ્વામીજી ૨૫ ડિસેમ્બર એ વખતે નાતાલ હતી,ગીતા જયંતિ હતી અને ઈસ્લામ ધર્મનો પણ કોઈ એક તહેવાર હતો આ ત્રણેય વસ્તુ સાથે હતી અને સ્વામી શરણાનંદજી મહારાજનું નિર્વાણ થયેલું.આજે પણ નાતાલ અને ગીતા જયંતિ છે તો સ્વામીનું સ્મરણ કરું .માનનીય મદન મોહન માલવીયજીનું સ્મરણ કર્યુ અને આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈનું સ્મરણ પણ કર્યુ. સાથે સાથે ઈસાઈ ધર્મના ઇશ્વરના પુત્ર ઇશુનો પણ આજે દિવસ છે .નાતાલ છે એનું સ્મરણ કરું છું.
ગીતા જ્ઞાન ,ભક્તિ અને કર્મનો સંયોગ છે ગીતાજીમાં 18 અધ્યાય છે તેમાં છ કર્મયોગ છ ભક્તિયોગ અને છ જ્ઞાનયોગ થી ભરેલા છે એવું લોકો કહે છે પણ ગીતાજી માટે મારી તલગાજરડી આંખોથી જોઉ તો ગીતાજી નો આરંભ સંદેહથી થયો છે,ગીતાજીનાં મધ્યમાં સમાધાન છે અને ગીતાજીના અંતની અંદર શરણાગતિ છે.કરિષ્યે વચનં તવ આ વાત અંતે ગીતાજીમાં આવી છે. ગીતાજીમાં 12 વાતો આવી છે હું આને વૈશ્વિક ગ્રંથ કહું છું. પોતાની જીદભરેલો ધર્મઆગ્રહ અને ધર્મ કટ્ટરતાતાં છોડી મેદાનમાં આવીને જોઈએ તો આ સાર્વભૌમ ગ્રંથ છે ગીતાજી એ કોર્ટમાં નહીં પણ હાર્ટમાં હોવી જોઇએ.
ગીતાજીની અંદર પંચ મ કાર એમાં એક છે મહતાંમતિ.વિશ્વના જેટલા પણ તત્વ છે કોઈ 24 કહે છે કોઈ પાંચ તત્વ કહે છે આ બધાની ઉપર એક તત્વ છે મહત્ત તત્વ છે અને એ કૃષ્ણ છે.તેનું ચરિત્ર અત્યંત મધુર છે મહત્ત તત્વ,મહતાંમતિ માધુર્યનો પૂર્ણ વિગ્રહ કૃષ્ણ છે. આપણા વલ્લભાચાર્યજીએ અદભુત મધુરાષ્ટક લખ્યું અને જોડીયા વાળા ભાઈઓ બહેનો, હું આપને ખાસ કહું છું આપની સામે જ બેસીને બોલી રહ્યો છું. હું બેઠો છું ગંગાતટ પર પણ જાણે જોડીયા ની ઉંડ નદીના તીર પર હોઉં એવું સમજજો.
બાપુએ મ કાર વિશે સમજાવતા કહ્યું કે ચરિત્ર મધુર છે,આશ્રય મધુર છે, કોઈને કટુતા ન લાગે એવું નામ મધુર છે આવા પાંચ મ કાર વિશેષ કૃષ્ણમાંછે .જડભરત રહોગુણોને કહેતા, શિક્ષા દેતા કહે છે કે પાંચ મ કાર ની વિશેષતા છે એનું પદ ગ્રહણ કરવું એવી શિક્ષા તમને આપું છું આ પાંચ મ કાર વિશેષ થી ભરેલા ની શરણાગતિ લેવી જોઈએ આપણે પાંચ અપવર્ગ કે જેની અંદર પાપ નથી એવા પાંચ અપવર્ગ બાબત જણાવતા કહ્યું કે,પ, ફ,બ, ભ,મ આ પાંચ સમજીએ. પ નો મતલબ છે પાપ પુણ્ય નથી રહ્યું એવું. ફ નો મતલબ છે કોઈપણ પ્રકારનું કર્મ કરો તેનું ફળ નથી મળતું ભ નો મતલબ છે ભય નહીં નિર્ભીકતા, અને મ નો મતલબ છે મૃત્યુ. બાપુએ જણાવ્યું કે કોઈ સાધુ ની લવ માત્ર કૃપાથી પણ અપવર્ગ છૂટી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે