રામ મંદિર જેવો ઘંટ ગુજરાતના આ નવા મંદિરમાં મૂકાશે, કરોડોનો કરાયો છે ખર્ચ
Shree Bai Mataji Ashram in Talala : શ્રીબાઇ ધામ નૂતન મંદિરના મહાકાય નૂતન ઘંટનું વેરાવળમા ભવ્ય સ્વાગત કરાયું... શ્રીબાઈ માતાજીનું 10 કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું
Trending Photos
Gir Somnath ગીર સોમનાથ : ગીરસોમનાથના તાલાલા શહેર મા પૌરાણીક શ્રીબાઈ માતાજીનું ધર્મ સ્થાન આવેલું છે. ભારત નહી, પણ વિશ્વભરના પ્રજાપતિ સમાજનું આ આરાધ્ય ધર્મ સ્થાન છે. જ્યા હવે 10 કરોડના ખર્ચે ભવ્ય મંદિર નવનિર્માણ થયું છે. જેના માટે મહાકાય ઘંટનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ મહાકાય ઘંટ આજે ગીરસોમનાથ આવી પહોંચ્યો હતો. પ્રજાપતિ સમાજ સહિતના ઈષ્ટદેવી શ્રીબાઇ ધામ નૂતન મંદિરના નૂતન ઘંટનુ વેરાવળમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. તાલાલામાં શ્રી બાઈ માતાજીના રૂ.દશ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાનો છે.
અયોધ્યામા પ્રભુ શ્રી રામના મંદિરમાં જે ઘંટ મૂકવામાં આવ્યો છે, અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવ્યો છે, તે જ જગ્યાએ રાજકોટ ખાતે બનેલ આ ઘંટ શ્રીબાઇ ધામમાં મૂકાશે. આગામી ત્રિદિવસીય મહોત્સવ યોજાવાનો છે, જેમા મુખ્યમંત્રી સહિત સંતો મહંતો પણ ઊપસ્થિત રહેશે.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આ ઘંટને સ્થાન મળી ચૂક્યુ છે. જ્યોતિ રથમાં એકત્ર થયેલ પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાવિકો આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી સોનુ, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાસું લાવવામાં આવીને તેમાંથી 4000 કિલોનો ઘંટ તૈયાર કરવામા આવ્યો છે.
રાજકોટ ખાતે આ વિશાળ ઘંટ તૈયાર કરાયો છે. જેને ખાસ રથ દ્વારા તાલાલા સુધી પહોંચાડવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસીય નૂતન મંદિર નિર્માણનું લોકાર્પણ થવાનં હોઈ જે શ્રીબાઈ મંદિરમાં આ ઘંટ રાખવામાં આવશે તેુવં જ્યોતિરથા સારથી ગોકળભાઈ ટાંકે જણાવ્યું,
ત્રણ દિવસનો મહોત્સવ
પ્રજાપતિ સમાજના આરાધ્યદેવ ભક્ત શ્રી પ્રહલાદના આધ્યગુરુ તથા પ્રથમ યુગના ભક્ત શિરોમણી ગીરના પાટનગર તાલાલા શહેરમાં શ્રીબાઈ ધામના પાવન પરીસરમાં બિરાજમાન શ્રીબાઈ માતાજીનું રૂ.દશ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવનિર્મિત દિવ્ય અને કલાત્મક મંદિરમાં માતાજીને બિરાજમાન કરવા ત્રણ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.20 ફેબ્રુઆરી થી તા.22 સુધી યોજાશે. દેશ-વિદેશમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજના સર્વે સર્વા શ્રી બાઈ માતાજી ના પુરાણા જુના મંદિરના સ્થાન ઉપર સોમનાથ મંદિરની પ્રતીતિ કરાવતું દાતાઓના દાનથી રૂ.દશ કરોડના ખર્ચે શ્રીબાઈ માતાજી નું નૂતન મંદિર નિર્માણ થયું છે.દિવ્ય મંદિરમાં માતાજીને બિરાજમાન કરવાનાં ત્રિદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.20 મી ફેબ્રુઆરીએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામજી મંદિરેથી વિશાળ નગર શોભાયાત્રા નીકળશે.શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો માં પરિભ્રમણ કરી શ્રીબાઈ ધામ પહોંચશે ત્યારબાદ ધર્મ સભા યોજાશે.આ ધર્મ સભાને સંતો મહંતો તથા સમાજના અગ્રણીઓ સંબોધન કરી તાલાલા ગીરમાં બિરાજમાન પ્રથમ યુગના ભક્ત શીરોમણી શ્રી બાઈ માતાજી પ્રાગટ્ય થી આજ સુધીના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરી ભાવિકોને અવગત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે