Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ

Ganesh Chaturthi 2024: કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે. 

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ

Ganesh Chaturthi 2024: ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચતુર્થીની તિથિથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરે ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. અનંત ચૌદસના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024 અને શનિવારે ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે. 

ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત 

હિન્દુ પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીનો પ્રારંભ 6 સપ્ટેમ્બરે 3.01 મિનિટથી થઈ જશે. ચતુર્થીની તિથી 7 સપ્ટેમ્બરે સાંજે 5.37 મિનિટ સુધી ચાલશે. ઉદયા તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર અને શનિવારે ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. 7 સપ્ટેમ્બરે સવારે 11.03 મિનિટથી બપોરે 1.34 મિનિટ સુધીનો સમય સ્થાપના માટે સૌથી શુભ છે. 

ઘરે ગણેશ સ્થાપનાની કરવાની વિધિ 

ગણેશ ચતુર્થીના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી પીળા કે લાલ રંગના કપડા પહેરવા. ત્યાર પછી ગણપતિ બાપાના જયકારા બોલી ઢોલ નગાળા સાથે ગણપતિજીની પ્રતિમા ઘરે લાવો. ત્યાર પછી વિધિ વિધાનથી ગણપતિ બાપાની પૂજાની શરૂઆત કરો. એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી તેના પર ચોખા રાખો અને ચંદનથી સ્વસ્તિક બનાવો. હવે તેના પર ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિ સ્થાપિત કરતી વખતે ગણેશ મંત્રનો 5 વખત જાપ કરો. 

મૂર્તિની સ્થાપના પછી ગણેશજી પર ગંગાજળનો છંટકાવ કરી મૂર્તિને જનોઈ, ચંદન અને દુર્વા ચઢાવો. ત્યાર પછી ભગવાનને પીળા ફુલ અને ફળ અર્પણ કરી દીવો કરો. ભગવાનને 21 મોદકનો ભોગ ધરાવો અને પછી આરતી કરો. ત્યાર પછી ભગવાનની સામે પોતાની મનોકામના વ્યક્ત કરો. ભગવાનને ધરેલો પ્રસાદ બધાને ખવડાવો. 

ગણપતિ પૂજા દરમ્યાન ન કરો આ ભૂલ 

-ગણેશજીની મૂર્તિની સ્થાપના દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ક્યારેય ન કરો. 
- ગણપતિજીની પૂજા કરો ત્યારે તેમને તુલસી કે શંખ ન ચઢાવો
- પૂજામાં બ્લુ કે કાળા રંગના કપડા પહેરવા નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news