જૂતા સંબંધિત આ 3 વાતનું જે રાખે ધ્યાન તે ઓફિસમાં ઝડપથી પહોંચે છે ઉચ્ચ પદ પર

Vastu Tips: જો વ્યક્તિ પોતાના કપડા, જુતા, રૂમાલ જેવી વસ્તુઓ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને જૂતા-ચપ્પલ સંબંધિત કેટલાક મહત્વના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

જૂતા સંબંધિત આ 3 વાતનું જે રાખે ધ્યાન તે ઓફિસમાં ઝડપથી પહોંચે છે ઉચ્ચ પદ પર

Vastu Tips: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિ નિયમિત રીતે જે કાર્યો કરે છે તેની અસર તેના જીવન ઉપર અને ઘર ઉપર સૌથી વધુ પડે છે. જો વ્યક્તિ પોતાના કપડા, જુતા, રૂમાલ જેવી વસ્તુઓ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને જૂતા-ચપ્પલ સંબંધિત કેટલાક મહત્વના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકો પોતાના જૂતા કે બુટની સંભાળ અને સાફ-સફાઈ પર ધ્યાન આપે છે તેઓ કાર્યસ્થળ પર ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો:

સાફ-સફાઈનું ધ્યાન રાખવું

જે લોકો નિયમિત પોતાના જૂતાની સાફ સફાઈ કરીને પહેરે છે અને બ્રશિંગ કરે છે તે વ્યક્તિના અહંકાર નો નાશ થાય છે. સાથે જ પોતાના ફૂટવેર ને હંમેશા યોગ્ય રીતે રાખવા જોઈએ. સાથે જ ઘરની અંદર અને બહાર પહેરવાના ચપ્પલ પણ અલગ હોવા જોઈએ. 

સંભાળ રાખવી

જે લોકો પોતાના ફૂટવેરની પણ સંભાળ કરતા હોય છે તેઓ ઓફિસમાં પણ ઊંચા પદ પર પ્રમોશન મેળવી શકે છે. વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પગની અને જૂતાની સંભાળ કરે છે તેઓ ઉચ્ચપદ પર નિસંદેહ બેસે છે. 

ગિફ્ટમાં ન આપવા

પરિવારના ન હોય તેવા વ્યક્તિને પોતાના જૂતા ક્યારેય ગિફ્ટમાં ન આપવા. આ સિવાય જૂતા સાથે હંમેશા ધોયેલા મોજા જ પહેરવા જોઈએ. બહારથી આવીને જૂતાને તેની જગ્યાએ વ્યવસ્થિત રાખવા જોઈએ જેમતેમ રાખવાથી પણ વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news