Pitru Paksha 2023: પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદથી બનશો કરોડપતિ
Pitru Paksha Daan: જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ જો ભાદરવામાં કેટલીક વસ્તુઓનું દાન કરે તો તેમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેનું દાન પિતૃ પક્ષમાં કરવું લાભકારી ગણાય છે
Trending Photos
Pitru Paksha Daan: 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરુઆત થઈ ચુકી છે. આ સમય દરમિયાન પરિવારના પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેથી તેમના આશીર્વાદ પરિવાર પર હંમેશા રહે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. સાથે જ પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સમય દરમિયાન દાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે.
જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ જો ભાદરવામાં કેટલીક વસ્તુઓનું દાન કરે તો તેમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેનું દાન પિતૃ પક્ષમાં કરવું લાભકારી ગણાય છે.
આ પણ વાંચો:
ગાયનું દાન
હિંદુ માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન ગાયનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગાયનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. ગાયનું દાન કરવાથી પિતૃઓને શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે.
ગાયના ઘીનું દાન
પિતૃપક્ષ દરમિયાન ગાયના ઘીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ ગાયના ઘીનું દાન કરે તો લાભ થાય છે.
ગોળનું દાન
પિતૃ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવું પણ શુભ ગણાય છે. આમ કરવાથી પારિવારિક જીવન સુખી રહે છે. ગોળનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો:
ચોખા અને તલનું દાન
પિતૃ દોષ દુર કરવા માટે પિતૃ પક્ષ દરમિયાન ચોખા, તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. તેનાથી પિતૃદોષ દુર થાય જ છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
સોનાનું દાન
હિંદુ ધર્મ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન સોનાનું દાન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર યથાશક્તિ સોનું દાન કરવાથી પરિવારના સભ્યોની સમસ્યાઓ દુર થાય છે અને ખુશીઓ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે