ધન, કીર્તિ અને સફળતા પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનાના સોમવારે કરો આ સરળ કામ, શિવજી સુખ-સમૃદ્ધિથી ભરી દેશે ઘર

Somwar Ke Upay: એવું કોઈ ન હોય જેને તેના જીવનમાં સારું સ્વાસ્થ્ય, ધન-સંપત્તિ, પ્રસિદ્ધ, વૈવાહિક સુખ પ્રાપ્ત ન કરવું હોય. પરંતુ ઘણા લોકોની આ ઈચ્છા પુરી થઈ શકતી નથી. જો તમે પણ તમારી આ ઈચ્છાઓ પુરી કરવા માંગો છો તો તેના માટે ભગવાન શિવ સંબંધિત આ 5 ઉપાય સોમવારે કરી શકો છો.

ધન, કીર્તિ અને સફળતા પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનાના સોમવારે કરો આ સરળ કામ, શિવજી સુખ-સમૃદ્ધિથી ભરી દેશે ઘર

Somwar Ke Upay: ભગવાન શિવને દેવોના દેવ કહેવાય છે. શિવજી સ્વભાવથી ખૂબ જ ભોળા છે તેથી તેમને ભોળાનાથ કહેવાય છે. શિવજી પોતાના ભક્ત દ્વારા કરેલા નાના કામથી પણ પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રોમાં સોમવારના દિવસને ભગવાન શિવની આરાધના કરવાનો દિવસ કહેવામાં આવ્યો છે. કહેવાય છે કે આ દિવસે મહાદેવની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. 

જ્યોતિષશાસ્ત્રમાં સોમવાર માટેના શિવજીને પ્રસન્ન કરવાના પાંચ ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને જો શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન આ પાંચ ઉપર કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સારું સ્વાસ્થ્ય અપાર ધન, વૈવાહિક સુખ, કારકિર્દીમાં સફળતા અને કરજ મુક્તિ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ સોમવારના આ ચમત્કારી ઉપાયો વિશે.

આ પણ વાંચો:

મંત્ર જાપ

જે લોકોના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય તેમણે સોમવારે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને જીવનની સમસ્યાઓનો અંત આવે છે.

સફેદ રંગની વસ્તુનું દાન

શાસ્ત્રોમાં દાનને સૌથી મોટું પુણ્ય કાર્ય કહેવાયું છે. સોમવારે જરૂરિયાત મંદ વ્યક્તિને ધન, કપડાં, ભોજન, દવા જેવી વસ્તુનું દાન કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. આ દિવસે જો તમે સફેદ વસ્તુઓનું દાન કરો છો તો તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 

વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર કરવા

જો કોઈ વ્યક્તિના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ હોય અથવા તો લગ્ન નક્કી થવામાં બાધા આવતી હોય તો સોમવારે શિવ મંદિરમાં જઈને રુદ્રાક્ષની માળાનું દાન કરવું.  આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સુધારો થાય છે.

આ પણ વાંચો:

શિવજીના આશીર્વાદ મેળવવા

સોમવારના દિવસે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો તેમની વિશેષ પૂજા કરવાનું રાખો. તેના માટે સોમવારે શિવ મંદિરમાં જઈને મહાદેવને જલ, ફૂલ અને દૂધ અર્પણ કરો. ત્યાર પછી શિવલિંગ પાસે બેસીને શાંત ચિત્તે શિવજીનું ધ્યાન કરો.

અટકેલા કાર્યો પૂર્ણ કરવા

જો તમારા મહત્વના કામ અટકી જતા હોય અને કાર્યોમાં સફળતા ન મળતી હોય તો શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનું વ્રત રાખવું શુભ ગણાય છે. જો તમે સોમવારનું વ્રત ન કરી શકો તો આ દિવસે દિવસમાં એક જ વખત ભોજન કરવાનું રાખો. આમ કરવાથી પણ વ્રત કર્યા સમાન ફળ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news