Kali Chaudas: મહાકાળી, હનુમાનજી અને ભૈરવ કરશે રક્ષણ, કાળી ચૌદશના દિવસે ચોક્કસપણે કરો આ મંત્ર જાપ

Diwali 2023: આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતા ની સાધના માટે તુરંત ફળ આપતો પર્વ એટલે કાળીચૌદશ સાથે દુર્લભ સિદ્ધિયોગ/ આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે.

Kali Chaudas: મહાકાળી, હનુમાનજી અને ભૈરવ કરશે રક્ષણ, કાળી ચૌદશના દિવસે ચોક્કસપણે કરો આ મંત્ર જાપ

Diwali 2023: આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતા ની સાધના માટે તુરંત ફળ આપતો પર્વ એટલે કાળીચૌદશ સાથે દુર્લભ સિદ્ધિયોગ/ આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે. કેમકે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે અને સાથે કાળી ચૌદશ સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ  છે.  તા.૧૧-૧૧-૨૦૨૩...આ દિવસે અને રાત્રે મહા કાળીપૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતા ની સાધના નો પર્વ છે. 

સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
સાજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ) 
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ 
( શુભ અમૃત ચલ) 
સુધીમાં સાધના  મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય 

 શત્રુ ભય કષ્ટ બાધા થશે  દૂર આ મંત્ર પ્રયોગ થી મળશે રક્ષણ 
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે  માટે જ કાળીચૌદશની  સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય, નાશ પામે છે. આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળીચૌદસે મહાકાળી ભૈરવ, રુદ્ર, હનુમાનજી, જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી  માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે  તંત્ર - મંત્ર - યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્ર્યોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે. સામાન્ય લોકો પણ કાળી ચૌદશના રોજ મહાકાળી હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે

 મહાકાળી મંત્ર યંત્ર સાધનાનો પ્રયોગ 

આ મંત્ર પ્રયોગો કાળીચૌદશે કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે. મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળી ના મહામંત્ર ની સાધના શ્રેષ્ઠ ગણાય. 

   ॐ क्रीं
  ॐ क्रीं काली नमः 
  ॐ क्रीं कालिकायै नमः

 મંત્ર- “ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

ઉપરોક્ત મંત્ર ની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળી નું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે

 આજ ની હનુમાનજીની  ઉપાસના  સંકટ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવી શકે છે 
 
વિઘ્ન નિવારણ મંત્ર :  ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદશની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ, રોગ, સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. 

હનુમાન ચાલીસા પ્રયોગ
કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવા થી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે. આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે.  

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ
અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ ન7 કલ્યાણ થાય તે ભાવ થી નિર્મિત કરેલ છે.  

 “ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

 કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત નો ભય, દૂર થાય છે  શત્રુ  બાધાઓ  મેલી વિદ્યાઓ નાશ પામે છે.

(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news