Dev Diwali 2023 : આજે દેવ દિવાળીએ ગુજરાતના આ કુંડમાં ડુબકી લગાવવાનું છે ખાસ મહત્વ, છેક રાજસ્થાન-મધ્યપ્રદેશથી આવે છે લોકો

Dev Diwali 2023 : યાત્રાધામ શામળાજી ખાતે કાર્તકી પૂર્ણિમાના મેળા નિમિત્તે હજારો ભક્તો ઉમટયા હતા. ભક્તોએ મેશ્વોડેમ ની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી પોતાના પિતૃઓના મોક્ષ માટે શાંતિની પ્રાર્થના બાદ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી 

Dev Diwali 2023 : આજે દેવ દિવાળીએ ગુજરાતના આ કુંડમાં ડુબકી લગાવવાનું છે ખાસ મહત્વ, છેક રાજસ્થાન-મધ્યપ્રદેશથી આવે છે લોકો

Gujarat Temples સમીર બલોચ/અરવલ્લી : આજે દેવ દિવાળી (dev diwali) નો પર્વ છે. દેવ દિવાળીના પર્વ પર યાત્રાધામ શામળાજી (shamlaji temple) માં ખાસ બની જાય છે. અહીં આજે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો. આ પર્વ પર મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિતે પિતૃઓના મોક્ષ માટે શામળાજીના દર્શને આવ્યા. વહેલી સવારથી જ ભક્તો શામળિયાના દર્શને અને મેળાની મુલાકાત લેવા માટે ઉમટી પડ્યા. આજે ભગવાનને ખાસ શણગાર પણ કરવામાં આવ્યો.

રાજ્યમાં ભરાતા મેળાઓમાં સ્થાન ધરાવતો એવો યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો આજે ભરાયો છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન વિશેષ મહત્વ હોય છે, ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે. કાર્તકી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમા આજે ભક્તોની મોટી લાઈન લાગી છે. 

કાર્તિક પૂનમે નાગધરા કુંડમાં સ્નાનનું મહત્વ
આ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે. જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો છે. જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનવાની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પૂરી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે. 

કાર્તકી પૂર્ણિમા પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે આજે સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાત જ નહિ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભક્તો દર્શને આવ્યા છે. દેવ દિવાળીએ ભગવાનના વિશેષ સોનાનો વેશ જોવાનો લ્હાવો ભક્તો ચૂકતા નથી. 

કેમ મનાવવામાં આવે છે દેવ દિવાળી?
સનાતન ધર્મમાં દિવાળીનુ ખાસ મહત્વ રહેલું છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. દિવાળીના પંદર દિવસ પછી એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવીને દિવાળી મનાવે છે.

શામળાજીનું મહત્વ
શામળાજી મદિરના પૂજારી મુકેશભાઈ કહે છે કે, યાત્રાધામ શામળાજીને ગદાધર ગયા ક્ષેત્ર તરીકે પણ માનવામાં આવે છે. અહીં પિતૃ અને માતૃ તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ અને સળગતી મળતી હોવાની પણ માન્યતા છે. જેથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં તર્પણ વિધિ માટે આવતા હોય છે. તેમાંય કાર્તકી પૂર્ણિમાના દિવસે પિતૃ અને માતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. આ કારણે હજારો ભક્તોએ આજે પાવન દિવસે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ ગદાધર ગયા ક્ષેત્રમાં આવી આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ પૂજાવિધિ કરી ધન્યતા અનુભવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news