ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે નિજ મંદિર

Dakor Temple : ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન... ડાકોર ટેમ્પલ કમિટીએ દર્શનનો સમય જાહેર કર્યો.... સવારે સાડા વાગ્યાથી નિજ મંદિર ખુલી જશે...  રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે... ભગવાનને જન્મોત્સવ પર ખાસ શણગાર કરાશે

ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે નિજ મંદિર

Janmashtami 2023 : જન્માષ્ટમીના પાવન દિવસે ડાકોર મંદિર અને દ્વારકા મંદિરનુ ખાસ મહત્વ હોય છે. ભક્તો ગુજરાતના આ બે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉમટી પડે છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આ માટે 7/9/23 ના દિવસે મંદિર દ્વારા દર્શનનો સમય જાહેર કરાયો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા યાત્રિકોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કરાયો છે. 

સવારના 6:30 વાગે નિજ મંદિર ખુલી 

  • 6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા 
  • બપોરના 1:00 વાગ્યાના અરસામાં શ્રી ઠાકોરજી પોઢી જશે.આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે 
  • સાંજના 4:45 વાગ્યે નિજમંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે 
  • રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે પંચામૃત સ્નાન થશે શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે 
  • મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે 

સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાશે 
તારીખ 8/9/23 ને શુક્રવારના રોજ નંદ મહોત્સવના દિવસે શ્રી ઠાકોરજીના દર્શનના સમય પણ જાહેર કરાયો છે. સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે. 

યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પરસોત્તમ માસને લઈ બે જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી છે, જેમાં 7 સપ્ટેમ્બરનો જન્માષ્ટમીનો પર્વ ખાસ બની રહેશે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ.

સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક

  • 10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ
  • 11:00 વાગે શૃંગાર આરતી
  • 11:15 વાગ્યે ગ્વાલભોગ
  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
  • રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news