Laxmi Mantras: શુક્રવારે સંધ્યા સમયે આ લક્ષ્મી મંત્રોનો કરો જાપ, વર્ષોની દરિદ્રતા દુર થતા પણ નહીં લાગે વાર

Laxmi Mantras:જો તમે પણ તમારા જીવનને ખુશહાલ બનાવવા માંગો છો અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારના દિવસે સંધ્યા સમયે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાની શરૂઆત કરો. આ મંત્રનો જાપ કરવાથી અદભુત લાભ પ્રાપ્ત થશે. 

Laxmi Mantras: શુક્રવારે સંધ્યા સમયે આ લક્ષ્મી મંત્રોનો કરો જાપ, વર્ષોની દરિદ્રતા દુર થતા પણ નહીં લાગે વાર

Laxmi Mantras:શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. જે વ્યક્તિ શુક્રવારના દિવસે સાચી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી માતા લક્ષ્મીની આરાધના કરે છે તેને શુભ સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન મળે છે. સાથે જ આવા જાતકના જીવનમાંથી બધા જ દુઃખ અને સંતાપનો નાશ થાય છે. આવા ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલા રહે છે. 

જો તમે પણ તમારા જીવનને ખુશહાલ બનાવવા માંગો છો અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારના દિવસે સંધ્યા સમયે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાની શરૂઆત કરો. આ મંત્રનો જાપ કરવાથી અદભુત લાભ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના મંત્રો વિશે.

લક્ષ્મીજીનો મહામંત્ર
ૐ શ્રીં ક્લીં મહાલક્ષ્મી એહ્યેહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા

માં લક્ષ્મીનો બીજ મંત્ર
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મી નમ:

માં લક્ષ્મીનો ધ્યાન મંત્ર
ૐ શ્રીં ક્લીં મહાલક્ષ્મી મહાલક્ષ્મી એહ્વેહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા

સુખ સમૃદ્ધિ માટે મંત્ર
યા રક્તામ્બુવાસિની વિલાસિની ચળ્ડાંશુ તેજસ્વિની
યા રક્તા રુધિરામ્બરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા ગેહિની
સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી

લક્ષ્મી મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા

- જે વ્યક્તિ શુક્રવારે રાત્રે આ મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો 108 વખત જાપ કરે છે તો તેના મનની ઈચ્છા પૂરી થાય છે. 

- આ મંત્ર જાપ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આકર્ષિત થાય છે અને વ્યક્તિ તેના જીવનમાં બધા જ ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે.

- જે વ્યક્તિ શુક્રવારે આ મંત્રનો જાપ કરે છે તેના જીવનની આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે. 

- આર્થિક સમસ્યાઓ હોય તો તેને દૂર કરવા માટે શુક્રવારે સંધ્યા સમયે કુશાના આસન પર બેસીને 108 વખત આ મંત્રનો જાપ કરવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news