Budhwar Upay:બુધવારે કરેલા આ ઉપાયથી તુરંત મળશે ડ્રીમ જોબ, ઉપાય શરુ કર્યાની સાથે જ મળવા લાગશે ફળ

Budhwar Upay: જો તમે લાંબા સમયથી નોકરી અને વેપારમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છો તો ગણપતિજીની પૂજા કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય બુધવારના દિવસે તમે કેટલાક ઉપાયો કરીને પણ વિશેષ લાભ મેળવી શકો છો.

Budhwar Upay:બુધવારે કરેલા આ ઉપાયથી તુરંત મળશે ડ્રીમ જોબ, ઉપાય શરુ કર્યાની સાથે જ મળવા લાગશે ફળ

Budhwar Upay: સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તે રીતે બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારે શ્રદ્ધાપૂર્વક ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બુધવારે આ ઉપાય કરવાથી દરેક કાર્યની પૂર્ણ થાય છે સનાતન ધર્મમાં કહેવાયું છે કે કોઈપણ શુભ કે માંગલિક કાર્યની શરૂઆત પણ ગણેશજીની પૂજાથી જ કરવી જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે. માન્યતા એવી પણ છે કે વેપાર અને નોકરીમાં પણ જો મુશ્કેલી આવી રહી હોય તો ગણપતિજીની પૂજા કરવી જોઈએ. જો તમે લાંબા સમયથી નોકરી અને વેપારમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છો તો ગણપતિજીની પૂજા કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય બુધવારના દિવસે તમે કેટલાક ઉપાયો કરીને પણ વિશેષ લાભ મેળવી શકો છો.

બુધવારે કરો આ ઉપાય

1. બુધવારના દિવસે ગણપતિજીના મંદિરે જઈ તેમની પૂજા કરો અને ગણેશજીની 7, 11 કે 21 પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી જીવનમાં આવેલા કષ્ટથી મુક્તિ મળશે અને કાર્યમાં સફળતા મળશે.

2. જો નોકરી મેળવવામાં સફળતા ન મળી રહી હોય તો ગણપતિજીની બુધવારે પૂજા કરી તેમને સિંદૂરથી મસ્તક પરથી તિલક કરો. ત્યાર પછી એ તિલકથી જ તમારા કપાળ પર તિલક કરી ઇન્ટરવ્યૂ માટે જવાનું રાખો.

3. દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ લાભ થાય છે. તમે ગૌશાળામાં લીલો ચારો દાન કરીને પણ પુણ્ય ફળ મેળવી શકો છો.

4. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે લીલા મગ કે લીલા કપડાનું દાન કરવાથી પણ અધૂરા કાર્ય પૂર્ણ થાય છે.

5. જો તમે ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો બુધવારના દિવસે ગણપતિજીને 21 કે 11 દુર્વા અર્પણ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news