Budh Ast 2023: એપ્રિલમાં આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ડગુમગુ થશે, નોકરી-બિઝનેસમાં ભારે નુકસાનના એંધાણ
Budh Ast Effect 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દર મહિને કેટલાક ગ્રહ અસ્ત થાય છે અને કેટલાનો ઉદય થાય છે. 23 એપ્રિલે બુધ ગ્રહ મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. આવામાં બુધ અસ્તથતા 4 રાશિના જાતકોના જીવનમાં સમસ્યાઓનો ખડકલો થશે.
Trending Photos
Mercury Set In Aries 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ અને તર્કનો પ્રતિક ગણવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે બુધ મેષ રાશિના છઠ્ઠા અને ત્રીજા ભાવનો સ્વામી છે. 23 એપ્રિલે બુધ મેષ રાશિમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે. બુધના અસ્ત થવાથી લગભગ તમામ રાશિઓના જીવન પર પ્રભાવ જોવા મળશે.
આ સમયગાળામાં વિકાસ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડશે. આ સાથે જ કેટલીક રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ જેમ કે ઊંઘ ન આવવી, ભૂખની કમી અને નિર્ણય લેવાની ક્ષમતા વગેરેની કમીનો સામનો કરવો પડી શકે છે. બુધના અસ્ત થવાથી આ 4 રાશિના જાતકોને નોકરી-વેપારમાં ખાસ કરીને સાવધાન રહેવું પડશે.
બુધનો અસ્ત આ રાશિના જાતકો પર પ્રભાવ પાડશે....
મેષ રાશિ
અત્રે જણાવવાનું કે બુધ 23 એપ્રિલના રોજ મેષ રાશિમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે. આવામાં તમારે સ્વાસ્થ્ય સંલગ્ન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો જેવી પેરશાનીઓ ઝેલવી પડશે. આ સમયગળામાં ખાણી પીણીને રહીને સાવચેત રહો. જીવનશૈલીમાં ફેરફાર લાવવાની જરૂર છે. આ દરમિયાન નોકરીમાં સારી તકો મળશે. હરિફોથી સાવધ રહો.
કર્ક રાશિ
જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોને બુધનો અસ્ત દરમિયાન પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડશે. અનેક સોનેરી તકો આ દરમિયાન હાથમાંથી નીકળી જશે. જ્યારે કેટલાક રાશિવાળાને નોકરી ગુમાવવી પડી શકે છે. શક્ય છે કે તમે આ દરમિયાન તમારો ટાર્ગેટ પૂરો કરી ન શો. કે પછી કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારી નારાજ થઈ શકે છે. કરિયરમાં નુકસાન જઈ શકે છે. આવામાં યોજના બનાવીને કામ કરશો તો મન શાંત રહેશે અને સફળતા મળશે.
કન્યા રાશિ
અત્રે જણાવવાનું કે કન્યા રાશિના જાતકોને આ સમયગાળામાં કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવામાં અસફળ રહેશે. આ દરમિયાન ભાગ્યનો સાથ ઓછો મળશે. એટલું જ નહીં આ દરમિયાન તમે માનસિક તણાવમાં આવી શકો છો. કાર્યસ્થળ પર કામનું પ્રેશર વધશે. આ કારણે તમારું કામ પર ધ્યાન ઓછું રહેશે. આ સમયમાં પોતાનો બિઝનેસ કરનારા લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જાતકોના ખર્ચામાં વધારો થશે. આ સમયગાળામાં કમાયેલા ધનથી બચત કરવી મુશ્કેલ બનશે.
ધનુ રાશિ
આ રાશિનાજાતકો માટે આવનારો સમય પડકારભર્યો રહેશે. કારોબારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન બિઝનેસ પાર્ટનરનો પૂરો સહયોગ ન મળવાના કારણે તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવકની સરખામણીમાં તમારા ખર્ચામાં વધારો થશે. જેને પૂરો કરવો તમારા માટે મુશ્કેલ બનશે. આવામાં તમે નિરાશા મહેસૂસ કરશો. બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે