સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ

Vastu tips Broom: દરેક ઘરમાં સાફ સફાઈ માટે સાવરણી અને સાવરણાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ સાવરણી અંગે પણ કેટલીક માન્યતાઓ છે. જેના વિશે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. શું તમે આ નિયમો વિશે જાણો છો ખરા.

સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ

Astro Tips: સાવરણી માટે કેટલીક વાસ્તુ ટીપ્સ હોય છે. જેનું પાલન ના કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્ર મુજબના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. તો આવો જાણીએ કે ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ. અને સારવરણીને ઊભી રાખવી કે આડી રાખવી જોઈએ.

સાવરણીને ઊભી રાખવાથી શું થાય છે?
હિન્દુ માન્યતાઓ મુજબ ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ. સાવરણીને ઊભી રાખવાથી ઘરમં દરિદ્રતા  વધે છે. જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ. ઘરમાં સાવરણીને  આડી રાખવાના ખુબ જ ફાયદા હોય છે. 

ઘરમાં સાવરણીને ક્યાં રાખવી જોઈએ?
ઘરમાં સારવણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલી હોય છે. જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.

કઈ દિશામાં સાવરણી ના રાખવી જોઈએ?
વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ના રાખવી જોઈએ. સાથે ક્યારે ઝાડૂને છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ. આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે.

જૂની સાવરણીનું શું કરવું જોઈએ?
જૂની સાવરણીને તમે ફેંકવા માગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ. અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ, ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો. પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના પર કોઈનો પગ ના આવવો  જોઈએ.

(નોંધઃ- આ આર્ટિકલમાં આપેલી માહિતી માન્યતાઓ અને ચર્ચાઓને આધારિત છે. zee મીડિયા આની પુષ્ટી નથી કરતું, વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ લેવી યોગ્ય છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news