Sankashti Chaturthi 2023: મોટામાં મોટી ઈચ્છા પણ 15 દિવસમાં થશે પુરી, આજે કરી લો આ સરળ ઉપાય

Sankashti Chaturthi 2023: અધિક માસમાં આવતી દરેક તિથિ ખાસ હોય છે. તેમાં પણ ત્રણ વર્ષે એકવાર આવતી સંકષ્ટી ચતુર્થી જેને વિભુવન ચતુર્થી પણ કહેવાય છે તે ગ્રહ દોષથી મુક્તિ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે. આ દિવસે આ એક મંત્રનો જાપ કરવાથી મનોકામના 15 દિવસમાં પૂર્ણ થાય છે.

Sankashti Chaturthi 2023: મોટામાં મોટી ઈચ્છા પણ 15 દિવસમાં થશે પુરી, આજે કરી લો આ સરળ ઉપાય

Sankashti Chaturthi 2023: અધિક માસ દરમિયાન આવતી કેટલીક તિથિ ખૂબ જ પુણ્યફળ આપનાર હોય છે. તેવી જ રીતે ચાર ઓગસ્ટ 2023 ના રોજ સંકષ્ટી ચતુર્થી છે. આ ચતુર્થીને વિભુવન સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. કારણ કે તે ત્રણ વર્ષમાં એક વાર આવે છે. જેના કારણે તેનું મહત્વ પણ વધી જાય છે. આ દિવસે વ્રત રાખવાથી અને ગણપતિજીની વિધિ વિધાન થી પૂજા કરવાથી અપાર લાભ પ્રાપ્ત થાય છે. 

પંચાંગ અનુસાર સંકષ્ટી ચતુર્થી 4 ઓગસ્ટ 2023 અને બપોરે 12.45 કલાકે શરૂ થશે અને પાંચ ઓગસ્ટ 2023 ની સવારે 9.39 મિનિટ સુધી રહેશે. જેમાં ચંદ્રોદયનો સમય 9.20 છે. 

આ પણ વાંચો:

આ સંકષ્ટી ચતુર્થી જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. જો તમારી કુંડલીમાં રાહુ કે કેતુ સંબંધિત દોષ હોય અથવા તો કામોમાં બધા આવતી હોય તો વિભુવન સંકષ્ટીના દિવસે આ ખાસ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી ગ્રહ દોષ શાંત થાય છે.

મંત્ર:
ગણપૂજ્યો વક્રતુંડ એકદંષ્ટ્રી ત્રિકદંષ્ટ્રી ત્રિયમ્બક: 
નીકગ્રીવો લમ્બોદરો વિકટો વિઘ્રરાજક:
ધૂમ્રવર્ણો ભાલચંદ્રો દશમસ્તુ વિનાયક:
ગણપર્તિહસ્તિમુખો દ્વાદશારે યજેદ્બણમ્

જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો આ દિવસે ભગવાન ગણેશને ગોળના 21 લાડુ અને દુર્વા અર્પણ કરવા. આમ કરવાથી લગ્નના યોગ જલ્દી બને છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય અથવા તો કરજનો બોજ તમારા ઉપર વધારે હોય તો વિભુવન સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરી તેમને લાડુ અથવા તો મોદક અર્પણ કરો સાથે જ આ મંત્ર 'લક્ષાધીશ પ્રિયાય નમ:' નો 108 વખત જાપ કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news