સોમનાથમાં મોટું આયોજન : સોમનાથ તીર્થના ઇતિહાસની સૌથી મોટી ગણેશ આરાધના કરાશે
Somnath Temple : સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત "શ્રી ગણેશ મહાયજ્ઞ" યોજાશે.... શ્રી સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન સંપન્ન કરી મહાયજ્ઞ યોજાશે
Trending Photos
Ganesh Utsav : શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત "શ્રી ગણેશ મહાયજ્ઞ" યોજાશે. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત "શ્રી ગણેશ મહાયજ્ઞ" યોજાશે. શ્રી સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન સંપન્ન કરી મહાયજ્ઞ યોજાશે. સોમનાથ મંદિર પરિસરમાં કપર્દી વિનાયક ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનના ઉપલક્ષમાં મહા ગણપતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષના પઠનથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં ઉતરાર્ધમાં પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જે યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત શ્રી ગણેશ આપે છે. ભાદરવા માસની નવરાત્રીને ગણેશ નૌરાત્ર તરીકે ગણેશ આરાધનાનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે ત્યારે ગણેશ નૌરત્ર દરમિયાન જ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ માટે શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, તા. 26,27,28 સપ્ટેબર દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં શ્રીગણેશ મહાયજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી તેમજ બપોરે 02:30 થી 06:00 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવશે.
આ મહાયજ્ઞ માટે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશેષ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઊર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે