Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
Angarak Yog 2024: મીન રાશિમાં મંગળ અને રાહુની યુતિથી અંગારક યોગ બન્યો છે. અંગારક યોગને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં અંગારક યોગ મોટા પરિવર્તન સર્જી શકે છે. જોકે આ યોગ ત્રણ રાશિના લોકો માટે સૌથી વધુ ભારે છે.
Trending Photos
Angarak Yog 2024: વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ બે ગ્રહ એક રાશિમાં સાથે ગોચર કરે છે તો તેના કારણે શુભ અને અશુભ બંને પ્રકારના યોગ સર્જાતા હોય છે. આ ક્રમમાં 23 એપ્રિલે મંગળ ગ્રહ એ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ ગોચર કરે છે. તેવામાં મીન રાશિમાં ભૂમિ, સંપત્તિ, સાહસ અને વિવાહનોના કારક ગ્રહ મંગળ એ પણ પ્રવેશ કરતા અંગારક યોગ બન્યો છે.
મીન રાશિમાં મંગળ અને રાહુની યુતિથી અંગારક યોગ બન્યો છે. અંગારક યોગને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં અંગારક યોગ મોટા પરિવર્તન સર્જી શકે છે. દેશ અને દુનિયા પર પણ તેની અસર જોવા મળી શકે છે. જોકે આ યોગ ત્રણ રાશિના લોકો માટે સૌથી વધુ ભારે છે. આ ત્રણ રાશિના લોકોએ 1 જૂન સુધી સંભાળીને રહેવું પડશે. જો થોડી પણ બેદરકારી રાખી તો મોટું નુકસાન થઈ શકે છે.
અંગારક યોગ 3 રાશિ માટે ભારે
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે અંગારક યોગ શુભ નથી. આ રાશિના લોકોને પરિવારની બાબતમાં સમસ્યા થઈ શકે છે. કોઈ મહત્વની વાતમાં પરિવાર સાથે સહમતી નહીં બની શકે. વૈવાહિક જીવન જીવતા લોકોને પણ સમસ્યા થઈ શકે છે. જીવનસાથી સાથે સારો વ્યવહાર કરવો. હાલ રોકાણ કરવાથી બચવું.
તુલા રાશિ
અંગારક યોગ તુલા રાશિ માટે પણ સારો નથી. આ રાશિના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમે પહેલાથી જ કાનૂની બાબતોમાં ફસાયેલા છો તો તેમાં હારનો સામનો પણ કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ગુપ્ત શત્રુઓથી બચવું.
સિંહ રાશિ
અંગારક યોગ સિંહ રાશિને પણ હાનિ કરાવશે. ગુપ્ત શત્રુઓથી પરેશાની વધશે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ફળ ભોગવવું પડશે. કારણ વિના ખર્ચા થશે. બીપી કે હૃદય રોગમાં ધ્યાન રાખવું. નવું કામ શરૂ કરવાનું ટાળો. આ સમયે કોઈને રૂપિયા ઉધાર આપવાનું ટાળો નહીં તો પૈસા ડૂબી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે