અત્યંત ખાસ છે આ મહિનાની અમાસ, આ ઉપાયો કરવાથી બધા જ દોષથી મળશે મુક્તિ

Jyeshtha Amavasya 2023: અમાસના દિવસે પિતૃદોષ, કાલસર્પ દોષ, ગ્રહદોષના નિવારણ માટે કેટલાક ઉપાય કરી શકાય છે. આ વખતે જેઠ માસની અમાસ 19 મે અને શુક્રવારે આવશે. આ દિવસે અમાસની સાથે શનિ જયંતિ પણ છે.

અત્યંત ખાસ છે આ મહિનાની અમાસ, આ ઉપાયો કરવાથી બધા જ દોષથી મળશે મુક્તિ

Jyeshtha Amavasya 2023: જ્યોતિષશાસ્ત્રમાં અમાસના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શુભ પરિણામ મળે છે અને દોષ પણ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃદોષ, કાલસર્પ દોષ, ગ્રહદોષના નિવારણ માટે કેટલાક ઉપાય કરી શકાય છે. આ વખતે જેઠ માસની અમાસ 19 મે અને શુક્રવારે આવશે. આ દિવસે અમાસની સાથે શનિ જયંતિ પણ છે. માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી જીવનમાં આવતા કષ્ટ દૂર થાય છે.

આ પણ વાંચો:

અમાસના દિવસે કરવાના ઉપાય

1. અમાસના દિવસે પિતૃઓનું દર્પણ કરી શકાય છે તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી પરેશાની દૂર થાય છે. 

2. જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેમણે અમાસના દિવસે આ ઉપાય કરવો જોઈએ. તેના માટે સવારે સ્નાન કરી ચાંદીના નાગ અને નાગણીની પૂજા કરવી અને પછી તેને જલમાં પ્રવાહિત કરી દેવા.

3. અમાસ અને શનિ જયંતિનો સંયોગ હોવાથી શુક્રવારે પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો અને જરૂરતમંદને કાળી વસ્તુનું દાન કરવું. 

4. અમાસના દિવસે પીપળા અથવા વડના ઝાડની 108 વખત પ્રદક્ષિણા કરવી. તેનાથી સૌભાગ્ય વધે છે. 

5. અમાસના દિવસે લોટામાં પાણી ભરી, તેમાં કાચું દૂધ, કાળા તલ ઉમેરી અને પીપળામાં ચઢાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news