Astro Tips: સતત 7 બુધવાર કરો આ સરળ કામ, દરેક અધુરી મનોકામના ગણેશજી કરશે પુરી
Astro Tips: એક ચમત્કારી ઉપાય છે જે કોઈપણ વ્યક્તિની કોઈપણ મનોકામનાને પૂર્ણ કરી શકે છે. આ ઉપાય છે સાત બુધવારનો. સતત સાત બુધવાર સુધી કેટલાક સરળ કામ કરવાથી વ્યક્તિની કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તમારી પણ કોઈ મનોકામના અધુરી હોય તો તેને પૂરી કરવા માટે તમે સાત બુધવાર સુધી આ ઉપાય કરી શકો છો.
Trending Photos
Astro Tips: સનાતન ધર્મમાં સપ્તાહના સાથે દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત ગણવામાં આવ્યા છે. તે અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી દરેક કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. જો સાચા મનથી તમે ભગવાન ગણેશની પૂજા કરો તો જીવનના કષ્ટ પણ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ પણ થાય છે.
આવો જ એક ચમત્કારી ઉપાય છે જે કોઈપણ વ્યક્તિની કોઈપણ મનોકામનાને પૂર્ણ કરી શકે છે. આ ઉપાય છે સાત બુધવારનો. સતત સાત બુધવાર સુધી કેટલાક સરળ કામ કરવાથી વ્યક્તિની કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તમારી પણ કોઈ મનોકામના અધુરી હોય તો તેને પૂરી કરવા માટે તમે સાત બુધવાર સુધી આ ઉપાય કરી શકો છો.
7 બુધવારના ચમત્કારી ઉપાય
આ પણ વાંચો:
- જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય અને તે પૂરું થવાનું નામ લેતી ન હોય તો બુધવારથી શરૂ કરીને સાત બુધવાર સુધી ભગવાન ગણેશના મંદિરે જઈ તેમને સિંદૂર અર્પણ કરો. સાથે જ પોતાના જીવનની પરેશાની દૂર થાય તે માટે પ્રાર્થના કરો.
- જો તમારું બાળક અભ્યાસમાં સફળ થતું ન હોય અને નબળું હોય તો સતત સાત બુધવાર સુધી ભગવાન ગણેશને મગના લાડુ અર્પણ કરો. આમ કરવાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયદો થાય છે.
- જો તમે જીવનમાં આર્થિક તંગીથી પરેશાન હોય તો સાત બુધવાર સુધી સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવો. આ ઉપાય કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને કારકિર્દીમાં સફળતાના રસ્તા ખુલે છે.
- જો તમારી કોઈ મનોકામના અધુરી છે તો ઈચ્છાપૂર્તિ માટે સાત બુધવાર સુધી ભગવાન ગણેશને ગોળનો ભોગ ધરાવો. આમ કરવાથી અટકેલા કામ અને મનોકામના પૂર્ણ થવા લાગે છે.
- જો તમારા ઘરમાં સતત કલેશ રહેતો હોય અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ ગયો હોય તો ઘરમાં સુખ શાંતિ માટે સાત બુધવાર સુધી ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા શાકભાજીનું દાન કરો આમ કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે