Shaniwar Upay: શનિવારે કરો આ 7 મંત્રોનો જાપ, શનિ દેવ દુર કરી દેશે જીવનની દરેક સમસ્યા
Shaniwar Upay: શનિવારના દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ શનિદેવના ચમત્કારી અને પાવરફુલ મંત્ર વિશે.
Trending Photos
Shaniwar Upay: હિન્દુ ધર્મમાં સપ્તાહનો સાત દિવસ દરેક અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી શુભ ગણાય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. કારણ કે તે વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવની પૂજા કરવાથી જીવનના દુઃખ અને કષ્ટ દૂર પણ થાય છે.
શનિવારના દિવસે વિધિ વિધાનથી શનિદેવની પૂજા કરવાથી તેમની કૃપા વ્યક્તિ પર બની રહે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આવા જ સરળ ઉપાયમાંથી એક છે શનિ મંત્રોનો જાપ. શનિવારના દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ શનિદેવના ચમત્કારી અને પાવરફુલ મંત્ર વિશે.
શનિદેવના ચમત્કારી મંત્ર
શનિવારના દિવસે સ્નાન કરી મંદિરમાં જઈને તેલનો દીવો કરવો અને સાથે જ આ મંત્રનો જાપ કરવો. દર શનિવારે આ મંત્રનો જાપ કરશો તો શનિદેવની કૃપા તમારા પર જળવાઈ રહેશે.
1. ॐ શં શનિશ્ચરાય નમ:
2. નીલામ્બર: શૂલધર: કિરીટી ગૃધ્રસ્થિત સ્તસ્કરો ધનુષ્ટમાન્
ચતુર્ભુજ: સૂર્ય સુત: પ્રશાન્ત: સદાસ્તુ મહ્યાં વરદોલ્પગામી
3. ઓમ ત્રયમ્બકં યજામહે સુગધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુક મિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત
4. ઓમ ભગભવાય વિદ્મહૈ મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદ્યાત્
5. ધ્વજિની ધામિની ચૈવ કંકાલી કલહપ્રિહા
કંકટી કલહી ચાઉથ તુરંગી મહિષી અજા
શનૈર્નામાનિ પત્નીનામેતાનિ સંજપન્ પુમાન્
દુ:ખાનિ નાશ્યેન્નિત્યં સૌભાગ્યમેધતે સુખમં
6. ઓમ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુક મિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત
ઓમ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શંયોરભિશ્રવન્તુ ન:
ઓમ શં શનૈશ્ચરાય નમ:
7. અપરાધસહસ્ત્રાણિ ક્રિયન્તેહર્નિશં મયા
દાસોયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર
ગતં પાપં ગતં દુ:ખં ગતં દારિદ્રય મેવ ચ
આગતા: સુખ-સંપત્તિ પુણ્યોહં તવ દર્શનાત્
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે