ઘરમાં હોય વાસ્તુ દોષ કે લાગી હોય કોઈની નજર, ગાય સંબંધિત આ 4 ઉપાય સમસ્યા કરી શકે છે દુર

Astro Tips: ગાયના દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. જો નિયમિત રીતે ગાયની સેવા કરવામાં આવે અને તેને રોજ રોટલી ખવડાવવામાં આવે તો પણ કુંડળીના બધા જ દોષ દૂર થઈ જાય છે.

ઘરમાં હોય વાસ્તુ દોષ કે લાગી હોય કોઈની નજર, ગાય સંબંધિત આ 4 ઉપાય સમસ્યા કરી શકે છે દુર

Astro Tips: સનાતન ધર્મમાં ગાયનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયની પૂજા કરવાથી જીવનની બધી જ બાધાઓ દૂર થઈ શકે છે. વાછરડા વાળી ગાયને ઘરમાં બાંધી તેની સેવા કરવાથી જીવન પર આવેલા સંકટ દૂર થાય છે. ગાયના દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. જો નિયમિત રીતે ગાયની સેવા કરવામાં આવે અને તેને રોજ રોટલી ખવડાવવામાં આવે તો પણ કુંડળીના બધા જ દોષ દૂર થઈ જાય છે. આજે તમને ગાય સંબંધિત ચાર લાભ વિશે જણાવીએ. આ કામ કરવાથી જીવનમાં આવેલા મોટા મોટા સંકટ પણ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો: 

નજર દોષ દૂર થાય છે

જો કોઈ વ્યક્તિને નજર દોષની સમસ્યા હોય તો ગાયની પૂંછડી તેના આ સંકટને દૂર કરી શકે છે. વિષ્ણુ પુરાણમાં આ અંગે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ અનુસાર જ્યારે પૂતના ભગવાન શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવવા આવી હતી ત્યાર પછી યશોદા માતા અને નંદબાબાએ ગાયની પૂછળી શ્રીકૃષ્ણ ઉપરથી ફેરવી તેમની નજર ઉતારી હતી.

મળે છે સંતાન સુખ

જે દંપતી સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે ગાયની સેવા કરવી જોઈએ. આમ કરવાથી તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. સંતાન સુખ ઉપરાંત ગાયની સેવા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

વાતાવરણ થાય છે શુદ્ધ

કહેવાય છે કે જે જગ્યા પર ગાય બેસે છે અને શ્વાસ લે છે તે વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. ગાય જ્યારે શ્વાસ લે છે ત્યારે તે પાપને અંદર ખેંચી લે છે અને વાતાવરણને રહેવા લાયક બનાવે છે. મહાભારતના અનુશાસનપર્વમાં આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળે છે કાર્યોમાં સફળતા

જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા કે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય અને અચાનક તમને કોઈ ગાય મળે અથવા તો ગાયના અવાજ સાંભળવા મળે તો સમજી લેવું કે તમને તે કાર્યમાં સફળતા મળશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news