Ganesh Chaturthi 2024: ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી


Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના પાવન તહેવારને હવે ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે આજે તમને ભારત દેશમાં આવેલા 3 એવા ગણપતિ મંદિર વિશે જણાવીએ જ્યાં દર્શન કરનાર અને પૂજા-પાઠ કરનાર ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 

Ganesh Chaturthi 2024: ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી

Ganesh Chaturthi 2024: ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી પર્વનું વિશેષ મહત્વ છે. ગણેશોત્સવ મહત્વના તહેવારમાંથી એક છે. 10 દિવસ ચાલતા આ તહેવારની ઉજવણી મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના દરેક રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ઉજવાશે. ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે આજે તમને ભારતમાં આવેલા 3 એવા ગણપતિ મંદિર વિશે જણાવીએ જે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે. 

ભારતના ત્રણ અલગ અલગ રાજ્યમાં આવેલા આ ત્રણ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં દર્શન કરીને પૂજા કરનાર કોઈ પણ ભક્ત ખાલી હાથે પરત ફરતા નથી. એટલે કે આ મંદિરમાં દર્શન કરનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. ભારતના આ ત્રણ મંદિરો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીં દર્શન કરનાર ભક્તોની મનોકામના ગણપતિબાપા તુરંત પૂરી કરે છે. 

સિદ્ધિવિનાયક મંદિર 

મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. ગણપતિજીનું આ મંદિર સૌથી પ્રસિદ્ધ છે. ગણપતિજીનું આ પ્રાચીન મંદિર એટલા માટે પણ પ્રખ્યાત છે કે જે પણ વ્યક્તિ અહીં સાચા મનથી દર્શન કરવા આવે છે તેની મનોકામના ગણપતિ બાપા પૂરી કરે છે. આ મંદિર ખાતે સામાન્ય લોકો જ નહીં પરંતુ દેશની પ્રખ્યાત હસ્તીઓ પણ નક મસ્તક થવા આવે છે. માન્યતા છે કે અહીં દર્શન કરનાર ભક્તને ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

ખજરાના ગણેશ મંદિર 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ખજરાના ગણેશ મંદિર આવેલું છે. આ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આખું વર્ષ અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લાખો ભક્તો દેશ વિદેશથી અહીં દર્શન કરવા આવે છે. આ ગણેશ મંદિરમાં દર્શન કરનાર ભક્તની પણ બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 

મોતી ડુંગરી મંદિર 

રાજસ્થાનના જયપુરમાં ગણપતિજીને સમર્પિત આ મંદિર આવેલું છે. મોતી ડુંગરી મંદિર દેશનું સૌથી સુંદર અને પ્રાચીન ગણેશ મંદિર છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિર વિશે માન્યતા છે કે જે ભક્ત અહીં આવીને ગણપતિજીના દર્શન કરી ગણેશજીને તેમની પ્રિય વસ્તુનો ભોગ ધરાવે છે તેની બધી જ ઈચ્છા પૂરી થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news