Mahashivratri 2024: મહા શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!
Mahashivratri 2024 Upay: 8 માર્ચ 2024, શુક્રવારના રોજ દેશભરમાં મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવશે. મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ખાસ પૂજા વિધિ કરવામા આવે છે. જાણો આ દિવસે કયા કયા ઉપાય કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Trending Photos
Mahashivratri 2024 10 Remedies: ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે મહાદેવ અને મા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. એવામાં જ્યોતિષમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ભક્તના મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!
ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી
મહાશિવરાત્રી પર કરો આ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરો. આ દરમિયાન શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ પછી ભગવાન શિવની સામે 11 દીવા પ્રગટાવો અને તમારી ઈચ્છા કહો. આનાથી ભોલેનાથ તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરશે.
- લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિવરાત્રીના દિવસે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. સાથે જ મા પાર્વતીને લાલ રંગના ફૂલ ચઢાવો તેનાથી દરેક સમસ્યાઓ દૂર થશે.
પ્રેગ્નેંટ મહિલા સરકારી JOB માટે ફિટ નથી? સરકારી નિયમ પર HC એ આપ્યો ચૂકાદો
AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પર 21 બીલીપત્ર તોડીને તેને શુદ્ધ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખો. હવે આ પત્રો શિવલિંગ પર ચઢાવો. આ ઉપાય કરવાથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.
- શાસ્ત્રો અનુસાર ભગવાન શિવનું વાહન નંદી છે. મહાશિવરાત્રીના દિવસે નંદીને ચારો ખવડાવવો જોઈએ. ગૌશાળામાં દાન કરવુ જોઈએ. આના કારણે જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- મહાશિવરાત્રીના દિવસે જરૂરિયાતમંદોને અનાજ દાન આપવુ ખુબ શુભ માનવામા આવે છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવો. આ ઉપાય કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા તમારા પર બની રહેશે.
ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
Recruitment 2024: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન
- આજે તાંબાના વાસણમાં શુદ્ધ પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગ પર અભિષેક કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
- મહાશિવરાત્રીના ખાસ દિવસે અંગૂઠાના કદનુ પારદ શિવલિંગ લાવીને વિધિ-વિધાનથી પૂજા કરો અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. તેનાથી તમારી આવકમાં વધારો થશે.
- મહાશિવરાત્રિ પર ઘઉંના લોટમાંથી 11 શિવલિંગ બનાવીને શુદ્ધ જળથી અભિષેક કરો. ધ્યાન રાખો કે આ શિવલિંગની સાઈઝ અંગૂઠાથી વધુ ન હોવી જોઈએ. અભિષેક કર્યા પછી આ શિવલિંગને નદીમાં પધરાવી દો.
ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય
- શિવરાત્રીની રાત્રે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો અને સુખ-સમૃદ્ધિ માટે ભોલેનાથની પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવાહિત જીવનમાં સુખ મેળવવા માટે શિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જઈને માતા પાર્વતીને સુહાગ સામગ્રી અર્પણ કરો. બાદમાં તે બ્રાહ્મણ અથવા કોઈ સ્ત્રીને આપી દો. તેનાથી તમારું લગ્નજીવન સુખી રહેશે.
વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા
( અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે