Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓ

Gen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.  

Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓ

Gen Z Relationships: આજનો સમય ઝડપથી બદલી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના આ યુગની અસર સંબંધો પર પણ પડવા લાગી છે. આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.  

ડેટિંગ એપ્સ, સોશિયલ  મીડિયાના પ્રભાવના કારણે યુવા વર્ગની  પ્રાયોરિટી, કમિટમેંટ બધું જ બદલી રહ્યું છે. જો કે આ બદલાવના કારણે Gen Z ના વર્ગને સંબંધોમાં જટીલતાનો સામનો પણ કરવો પડે છે. આજે તમને 5 મુખ્ય સમસ્યા વિશે જણાવીએ જે આ જનરેશનના સંબંધોમાં જોવા મળે છે. જેના કારણે યુવાવર્ગ ઝડપથી પ્રેમમાં પડે છે અને એટલી જ ઝડપથી બ્રેક અપ પણ થાય છે. 

Gen Z જનરેશનની સમસ્યાઓ

1. સંબંધોમાં દગો 

ડેટિંગ એપ્સનો ઉપયોગ આ જનરેશન માટે સામાન્ય છે. તેના પ્રભાવના કારણે તેમને સંબંધોમાં બેવફાઈ અને દગો પણ મળે છે. આ એક મોટી સમસ્યા છે આ જનરેશનની. આ જનરેશનના યુવાનોમાં સંબંધોમાં લોયલ્ટીને લઈને હંમેશા પ્રશ્નાર્થ રહે છે. આ જનરેશનના યુવાનો આકર્ષણમાં ઝડપથી ફસાઈ જાય છે. 

2. આત્મવિશ્વાસનો અભાવ

સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાવાના ચક્કરમાં વ્યસ્ત આ જનરેશન રિયલ લાઈફના સંબંધોમાં અસુરક્ષિત અનુભવ કરે છે. તેઓ નાની નાની વાત પર વધારે વિચારે છે. તેમનામાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે કારણ કે તેઓ સોશિયલ મીડિયાની દુનિયાને જ રિયલ માની તેમાં વ્યસ્ત રહે છે. જેના કારણે તેમના સંબંધો પણ પ્રભાવિત થાય છે. 

3. પાર્ટનર પાસેથી અપેક્ષા

ટેકનોલોજીના આ યુગમાં યુવાવર્ગને હંમેશા એકબીજાથી કનેક્ટેડ રહેવું હોય છે. ખાસ તો આ યુવાનોને પાર્ટનર પાસેથી તુરંત જવાબની અપેક્ષા વધારે હોય છે. જવાબ આપવામાં લેટ થાય તો પણ તેમના મનમાં શંકા અને ક્રોધ વધે છે. જેના કારણે સંબંધો નબળા પડી જાય છે. 

4. ઓપન રિલેશનશીપ

Gen Z માં ઓપન રિલેશનશીપનું ચલણ પણ ભયંકર રીતે વધ્યું છે. જેના કારણે સંબંધોમાં ઝડપથી તુટે પણ છે. સંબંધોની મર્યાદામાંથી બહાર રહી આ વર્ગ ઓપન રિલેશનશીપને ફોલો કરે છે. 

5. સોશિયલ મીડિયાનું પ્રેશર

સોશિયલ મીડિયા પર પોપ્યુલર હોવાનું પ્રેશર યુવાનોને સૌથી વધુ હોય છે. સોશિયલ મીડિયા અને મિત્રોના દબાણના કારણે યુવાવર્ગ ઝડપથી રિલેશનશીપમાં આવે છે અને પછી સંબંધનો અંત પણ ઝડપથી લાવે છે. તેમના નિર્ણયમાં મેચ્યોરિટીનો અભાવ હોય છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news