Relationship Tips: રિલેશનશીપ ટોક્સિક હોવા છતાં આ 5 કારણોને લીધે મહિલાઓ નિભાવે રાખે છે સંબંધ
Relationship Tips: ઘણા કિસ્સામાં મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસ પણ સહન કરતી રહે છે. આવું જોઈને તમને પણ વિચાર આવતો હશે કે ટોક્સિક રિલેશનશિપમાં મહિલાઓ શા માટે વર્ષો સુધી સહન કરતી રહે છે?
Trending Photos
Relationship Tips:તમે પણ ઘણા એવા કપલ તમારી આસપાસ જોયા હશે જો સતત એકબીજા સાથે લડતા ઝઘડતા હોય. ઘણા કપલ તો એવા હોય જેમની વચ્ચે વાતચીત પણ ખૂબ જ ઓછી થાય છે. ઘણા કિસ્સામાં તો મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસ પણ સહન કરતી રહે છે. આવું જોઈને તમને પણ વિચાર આવતો હશે કે ટોક્સિક રિલેશનશિપમાં મહિલાઓ શા માટે વર્ષો સુધી સહન કરતી રહે છે? આજે તમને એવા પાંચ કારણ વિશે જણાવીએ જેના માટે મહિલાઓ પોતાના સંબંધને વર્ષો સુધી નિભાવે છે.
લોકો શું કહેશે ?
રિલેશનશિપમાં રહેવાનું સૌથી મોટું કારણ મહિલાઓ માટે એ હોય છે કે જો તે સંબંધ તોડશે કે પોતાની સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવશે તો સમાજ શું કહેશે ? આજે પણ સમાજમાં લગ્ન જીવનને તોડનાર મહિલાને સન્માનથી જોવામાં નથી આવતી.
આર્થિક જવાબદારી
જે મહિલાઓ આર્થિક રીતે પોતાના પતિ પર નિર્ભર હોય છે એટલે કે આત્મનિર્ભર નથી હોતી તે પતિથી અલગ થવાનું વિચારતી નથી. આવી સ્થિતિમાં મહિલાઓએ વિચારવું પડે છે કે પતિથી અલગ થયા પછી બાળકોની જવાબદારીઓ કેવી રીતે મેનેજ થશે અને જીવનને કેવી રીતે ચલાવી શકાશે ? આ કારણથી જરૂરી છે કે દરેક મહિલા આત્મ નિર્ભર હોય. તો તે પોતાના જીવન સંબંધિત મહત્વના નિર્ણય પણ આસાનીથી લઈ શકે.
આત્મવિશ્વાસનો અભાવ
ઘણી મહિલાઓ ટોક્સિક રિલેશનશિપ એટલા માટે પણ સહન કરે છે કે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેમનામાં એ આત્મવિશ્વાસ જ હોતો નથી કે આવા સંબંધથી અલગ થઈને પણ તે સારી રીતે જીવન જીવી શકે છે.
ઈમોશનલ ડિપેન્ડન્સી
પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ઈમોશનલ હોય છે. ઘણા કિસ્સામાં મહિલાઓ ફાઈનાન્સિયલ ઇન્ડિપેન્ડન્ટ હોય છે પરંતુ ઈમોશનલી તે પોતાના પાર્ટનર પર ડીપેન્ડન્ટ હોય છે. તેને પોતાના પાર્ટનર વિના ચાલે એમ નથી હોતું. તેથી તે ટોક્સિક રિલેશનશિપને પણ સહન કરે રાખે છે.
એકલતાનો ભય
એકલું રહેવું સરળ નથી. એકલા રહીને જીવન કેવી રીતે જીવવું તેના ભયના કારણે પણ ઘણી મહિલાઓ ટોક્સિક રિલેશનશિપમાં સહન કરે છે. પાર્ટનરથી એકલા રહેવાનો વિચાર પણ મહિલાઓને ડરાવે છે તેથી તેઓ સંબંધમાં થતા અન્યાયને પણ સહન કરી લેતી હોય છે.
બદલાવની આશા
ટોક્સિક રિલેશનશિપમાં વર્ષો સુધી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે મહિલાઓ માને છે કે આજ નહીં તો કાલે તેનો પાર્ટનર બદલશે. પોતાના પાર્ટનરના વર્તનમાં પ્રેમ અને પોઝિટિવિટી આવશે તેવા બદલાવની આશાએ મહિલાઓ વર્ષો સુધી તેને સુધારવાનો પ્રયત્ન કરતી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે