Relationship Tips: હનીમૂન ટ્રીપ દરમિયાન ન કરો આ ભુલો, પાર્ટનરનો મૂડ ઓફ થતા વાર નહીં લાગે

Relationship Tips: હનીમૂનના સમયને દરેક દંપતિ યાદગાર બનાવવાના પ્રયાસો કરે છે. જો કે આ પ્રયત્નોમાં ઘણી વખત યુગલો એવી ભૂલો કરી બેસે છે જેના કારણે હનીમૂનની મજા બગડી જાય છે. કેટલીક વખત આ ભૂલ લાંબા સમય સુધી પસ્તાવો કરાવે છે. 

Relationship Tips: હનીમૂન ટ્રીપ દરમિયાન ન કરો આ ભુલો, પાર્ટનરનો મૂડ ઓફ થતા વાર નહીં લાગે

Relationship Tips: લગ્ન જીવનની શરુઆતમાં સંબંધોને લઈ દંપતિમાં ઉત્તેજના ખૂબ જ વધારે હોય છે, આ સમય દરમિયાન કપલ તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણો એકબીજા સાથે પસાર કરવા માંગે છે. તેથી જ તેઓ લગ્ન પછી હનીમૂન પ્લાન કરે છે. હનીમૂનના સમયને દરેક દંપતિ યાદગાર બનાવવાના પ્રયાસો કરે છે. જો કે આ પ્રયત્નોમાં ઘણી વખત યુગલો એવી ભૂલો કરી બેસે છે જેના કારણે હનીમૂનની મજા બગડી જાય છે. કેટલીક વખત આ ભૂલ લાંબા સમય સુધી પસ્તાવો કરાવે છે. તમારી સાથે આવું ન થાય તે માટે આજે તમને જણાવીએ કે જ્યારે કપલ હનીમૂન પર જાય છે તો તેણે કેવી ભુલ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો:  ગરદન પર વર્ષોથી જામેલી કાળાશ પણ મિનિટોમાં થશે દુર, અજમાવો દાદીમાંના આ નુસખા
 
પાર્ટનરની મજા અને પસંદનું ધ્યાન ન રાખવું
દરેક વ્યક્તિની પસંદગીઓ અલગ-અલગ હોય છે. ઘણા લોકોને હિલ સ્ટેશન પસંદ પડે છે તો કેટલાક લોકોને દરિયા કિનારે રજા માણવી હોય છે. જો તમારા બંને વચ્ચે પણ આવું હોય તો એવી જગ્યાની મુલાકાત લેવાનો પ્રયાસ કરો જ્યાં બંનેની લાઈક્સ મેચ થઈ શકે. જો જગ્યાની પસંદગીમાં પાર્ટનરની મજા અને પસંદનું ધ્યાન નહીં રાખો તો તેને ફરવા પણ કોઈ રસ રહેશે નહીં. 

પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરો
લગ્ન પછી ફરવા જવાનું થાય ત્યારે પતિ પત્ની પ્રવાસ દરમિયાન એકબીજાની સામે સારી રીતે વર્તે છે, સામેની વ્યક્તિને પ્રભાવિત કરવા સતત પ્રયત્ન કરે છે. પરંતુ આમ કરવાથી તમારા જીવનસાથીને તમારો પ્રેમ નકલી લાગી શકે છે. તેથી ફરવા જાવ ત્યારે તમે જેવા છો તેવા જ રહેવાનો પ્રયાસ કરો. હનીમૂનમાં ખોટા દેખાવ કરવા કરતાં સ્વાભાવિક રહેવું વધુ સારું.

આ પણ વાંચો: આ 2 તેલનો ઉપયોગ કરશો તો મેકઅપ સરળતાથી થશે રીમૂવ અને ત્વચાની ડ્રાયનેસ પણ થશે દુર
 
વધુ પડતા ફોટા ન લો
દંપતી ઈચ્છે છે કે જ્યારે તેઓ પહેલીવાર સાથે ફરવા ગયા હોય ત્યારે તેઓ આ યાદોને કાયમ માટે કેમેરામાં કેદ કરી રાખે. તેથી તેઓ સતત ફોનમાં ફોટો લેવામાં વ્યસ્ત થઈ જાય છે અને એકબીજા સાથે સમય પસાર કરવાનું ભુલી જાય છે. ફોટો લેવા પણ જરૂરી છે પરંતુ માત્ર તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો એકબીજાની સાથે ક્ષણનો આનંદ માણો.

આ પણ વાંચો: Weight Loss: આ છે પેટ, કમર અને સાથળની ચરબી ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય
 
હોટેલ રુમમાં જ સમય ન વિતાવો
ઘણી વખત કપલ્સ આલીશાન હોટેલ બુક કરાવે છે અને હોટેલમાં જ સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ એક્ટિવીટીમાં સમય પસાર કરે છે. જેના કારણે તેઓ બહાર જવાનું પણ ટાળે છે. પરંતુ હનીમૂન પર જાવ તો પણ હોટેલ રુમ છોડી દિવસ દરમિયાન બહાર જઈને સાઈટ સીઈંગ કરવું જોઈએ. તેનાથી તમે તે જગ્યાને સારી રીતે એક્સપ્લોર કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news