ભૂલથી પણ Twitter પર કરશો નહી આ Mistake, હંમેશા માટે Account થઇ જશે Block
જો તમે Twitter પર એક્ટિવ રહો છો તો થોડા એલર્ટ થઇ જજો. તમારી એક નાનકડી ભૂલ તમારું એકાઉન્ટ બ્લોક કરી શકે છે. Twitter એ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે કોઇપણ પ્રકારની લાપરવાહીને નજરઅંદાજ કરવામાં નહી આવે.
સંભાળીને કરજો કોરોના વેક્સીન પર કોમેન્ટ
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Twitter એ યૂઝર્સને કહ્યું છે કે કોરોના વેક્સીન (Corona Vaccine) પર સમજ્યા વિચાર્યા વિના કોમેન્ટ અથવા પોસ્ટ ન કરો. તમારી લાપરવાહીના કારણે આ સ્વાસ્થ સેવાઓ પર અસર પડી શકે છે.
અફવા ફેલાવનારનું એકાઉન્ટ થશે બંધ
Twitter પર જાણકારી આપી છે કે જો કોઇપણ એપ યૂઝરે પ્લેટફોર્મમાં કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઇને અફવા ફેલાવી તો તેનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. આ યૂઝર ફરીથી Twitter યૂઝ કરી શકશે નહી.
Twitter નો નિર્ણય
માઇક્રોબ્લોગિંગ એપ Twitter એ સ્પષ્ટ કર્યું છે કે જો વેક્સીનનને લઇને કોઇ પહેલીવાર ભૂલ કરો છો તો તેને ચેતાવણી આપવામાં આવશે. બીજીવાર ભૂલ કરનારનું એકાઉન્ટ 12 કલાક માટે લોક કરી દેવામાં આવશે. વારંવાર અફવા ફેલાવનાર પર એકાઉન્ટ હંમેશા બંધ કરી દેવામાં આવશે.
અત્યાર સુધી 8400 એકાઉન્ટ થઇ ચૂક્યા છે બંધ
જાણકારી અનુસાર કોરોના વેક્સીન પર અફવા ફેલાવનાર લગભગ 8400 લોકોના Twitter એકાઉન્ટ બંધ થઇ ચૂક્યા છે.
તમામ ભાષાઓ પર લાગૂ થશે નિયમ
Twitter એ જણાવ્યું કે નવો નિયમ તમામ ભાષાઓ પર લાગૂ થશે . તેની શરૂઆત અંગ્રેજી ભાષામાં અફવા ફેલાવનારથી થશે. પછી તમામ ભાષાઓને આ નિયમ સાથે જોડવામાં આવશે.
Trending Photos