અમદાવાદની સંસ્કૃતિ જૈન અને તનિષ્કા નાયરે વગાડ્યો ડંકો! આ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ

અમદાવાદમાં યોનેક્સ–સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024નું 6થી 11 ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં U-15 ડબલ્સ કેટેગરીમાં અમદાવાદની સંસ્કૃતિ જૈને સિઓના ગાલા સાથે મળીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

1/4
image

જ્યારે મીક્સ્ડ ડબલ્સમાં સંસ્કૃતિ જૈને સિલ્વર મેડલ મેળવ્યો છે. સેવી સ્પોર્ટ ક્લબની તનિષ્કા નાયરે મોહમદ અલી મીર સાથે મળીને U-17 મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી. જ્યારે U-17 સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

2/4
image

આપને જણાવી દઇએ કે સંસ્કતિ જૈન અને તનિષ્કા નાયર અમદાવાદના પ્રતિષ્ઠિત સ્પોર્ટ ક્લબ સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબમાંથી કોચ રાજેશ યાદવ અને કોચ વિવેક રાવલ હેઠળ કોચિંગ લઇ રહ્યા છે.

3/4
image

મહત્વનું છે કે અમદાવાદના બ્લેક એન્ડ વન બેડમીન્ટન એકેડમીમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં કુલ 600થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. 

4/4
image

ખેલાડીઓને જુદા જુદા જૂથોમાં U-15, U-17 કેટેગરીમાં સિંગલ બોયઝ, ડબલ્સ બોયઝ, સિંગલ ગર્લ્સ, ડબલ ગર્લ્સ અને મિક્સ ડબલ્સમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.