Hair Fall Remedy: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા

Hair Fall Remedy: વાળ ખરવાની અને સફેદ થવાની સમસ્યા અનેક લોકોને સતાવે છે. નાની ઉંમરમાં જ જો વાળની રંગત છીનવાઈ ગઈ હોય તો તેનું મુખ્ય કારણ જીવનશૈલી અને ખાનપાન હોય છે. જ્યારે શરીરને જરૂરી પોષણ ન મળતું હોય તો તેની અસર વાળ પર પણ થાય છે. જો તમારા વાળ પણ સફેદ થવા લાગ્યા હોય અને વધારે ખરતા હોય તો વાળને ખરતા અટકાવવા માટે બીજું કાંઈ નહીં તો આ યોગાસન કરવાની શરૂઆત કરો. 

ખરતા વાળ

1/6
image

ખરતા વાળ અને સફેદ થતા વાળ તમારી પણ ચિંતાનું કારણ હોય તો તેના માટે મોંઘા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવો વાળની સમસ્યાને દૂર કરવાનો કાયમી ઉપાય નથી. તેના બદલે તમે ઘરે જ કેટલાક યોગાસન કરીને વાળને લાંબા, કાળા બનાવી શકો છો અને સાથે જ ખરતા અટકાવી શકો છો. 

શીર્ષાસન 

2/6
image

શીર્ષાસનનો અભ્યાસ નિષ્ણાંતની દેખરેખમાં નિયમિત કરવાથી માથા સુધી રક્ત પ્રવાહ સુધરે છે અને જેના કારણે વાળનો ગ્રોથ પણ વધે છે. સાથે જ ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા પણ દૂર થવા લાગે છે. શીર્ષાસન કરવું મુશ્કેલ છે પરંતુ એક વખત જો તમે આ આસાન શીખી જશો તો તે વરદાન સમાન સાબિત થશે. 

બાલાસન 

3/6
image

બાલાસનના અભ્યાસની પેટની સમસ્યાઓ અને સ્ટ્રેસથી મુક્તિ મળે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. આ યોગાસન કરવા માટે વજ્રાસનની મુદ્રામાં બેસી હાથને ઉપરની તરફ લઈ જાઓ અને ઊંડો શ્વાસ લેવો. ત્યાર પછી શ્વાસ છોડતી વખતે શરીરને આગળની તરફ ઝુકાવો. 

ત્રિકોણાસન 

4/6
image

જો તમારા વાળ સમય પહેલા જ સફેદ થવા લાગ્યા હોય અને રુક્ષ થઈ ગયા હોય તો ત્રિકોણાસનનો અભ્યાસ કરો. આ આસન કરવા માટે બંને પગને એકબીજાથી થોડા દૂર રાખો અને હાથને સીધા કરો. ત્યાર પછી પહેલા ડાબી અને પછી જમણી તરફ હાથને ઝુકાવો. આ પ્રક્રિયા બંને તરફ સમાન ગણનામાં કરવી. 

ઉત્તાનાસન 

5/6
image

નિયમિત રીતે આ યોગાસનનો અભ્યાસ કરવાથી વાળની સમસ્યા ઓછી થઈ જાય છે. કરવા માટે સીધા ઉભા રહો અને ઊંડો શ્વાસ લઈ બંને હાથને ઉપરની તરફ લઈ જાય અને શ્વાસ છોડો. ત્યાર પછી બંને હાથને જમીન તરફ લઈ જાઓ અને પગના અંગૂઠાને અડવાનો પ્રયત્ન કરો.

6/6
image