New Year 2025: નવા વર્ષમાં આ 4 રાશિવાળાને મોજે દરિયા, ગાડી-બંગલાનું સપનું થશે પૂરું! ઈચ્છાપૂર્તિનો રહેશે સમય

New Year 2025 Jyotish Predictions:વર્ષ 2025માં કઈ રાશિઓના જીવનમાં વાહન ખરીદવાનું સપનું પૂરું થશે, કયા રાશિવાળાનું ઘરનું સપનું પૂરું થશે જાણો શું કહે છે રાશિ ભવિષ્ય....

તુલા રાશિ

1/5
image

તુલા રાશિ: તુલા રાશિવાળાને શુક્ર ગ્રહનું ગોચર વધુ સમય અનુકૂળ પરિણામ આપશે. ગુરુનું ગોચર પણ ચતુર્થ ભાવ પર અનુકૂળતા નાખશે. આ તમામ કારણોથી તમે તમારી સાર્થક ઈચ્છા મુજબ વાહન સુખ પણ પ્રાપ્ત કરી શકશો. 

વૃશ્ચિક રાશિ

2/5
image

વૃશ્ચિક રાશિ: જમીન, મકાન, વાહન વગેરે સંબંધિત મામલાઓમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ વધુ સારું પરિણામ આપી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે પણ 2025માં વાહન સુખના યોગ બની ર હ્યા છે. પરંતુ એપ્રિલથી લઈને મે મધ્ય વચ્ચેનો સમય વાહન ખરીદી માટે અનુકૂળ છે. ત્યારબાદ જો લો તો તપાસ કરીને જ ખરીદો. 

 

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિ: વર્ષ 2025માં જો તમે નવું વાહન ખરીદવા માંગતા હોવ અને તેના માટે પૂરેપૂરી મહેનતથી પ્રયત્ન કરતા હોવ તો સંભવ છે કે વાહન ખરીદી શકો અને ગાડી મેળવવાના સુખનો આનંદ લઈ શકો. તમારી રાશિ મુજબ શુભ  રંગ સફેદ છે. 

મકર રાશિ

4/5
image

મકર રાશિ: માર્ચ બાદથી તમારા ચતુર્થ ભાવથી શનિનો પ્રભાવ સમાપ્ત થઈ જશે. જે વાહનની ખરીદીમાં આવી રહેલી અડચણો દૂર કરશે. વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. ઘર બનવવા અંગે છેલ્લા કેટલાક વર્ષોથી જે અડચણો આવતી હશે તે દૂર થશે. સંપત્તિનો સોદો પૂરો થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

Disclamer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.