Kidney માટે ઝેર સમાન છે આ પાંચ વસ્તુ, ડાઇટમાંથી કરો બહાર

ફ્રોઝન પિત્ઝા

1/5
image

બદલતા સમયની સાથે ફ્રોઝન પિત્થા ખાવાનું પ્રમાણ ખુબ વધી ગયું છે. તેમાં વ્હાઇટ બ્રેડ ક્રસ્ટ અને ટોમેટો સોસમાં સોડિયમની માત્રા વધુ હોય છે. સાથે હાર્ટ ફેટ ચીઝથી પણ કિડનીને નુકસાન પહોંચે છે. સારી કિડની રાખવા માટે આ ફૂડથી દૂર રહો. 

ફ્રેન્ચ ફ્રાઇઝ

2/5
image

બટાટા ભારતમાં બનતું સૌથી વધુ શાક છે. પરંતુ ફાસ્ટ અને જંક ફૂટ તરીકે તેનું સેવન વધુ કરવામાં આવે છે. જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, હેશ બ્રાઉન, પોટેટો ચિપ્સ કે પોટેટો પેનકેક સામેલ છે. બટાટામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે અને આ પ્રકારના ફૂડમાં સોડિયમ, આ બંને વસ્તુ કિડનીના સ્વાસ્થ્ય માટે સારી નથી. 

પ્રોસેસ્ડ મીટ

3/5
image

વર્તમાન સમયમાં પ્રોસેસ્ડ મીટ ખાવાનું પ્રમાણ વધી ગયું છે. તેમાં મીઠું એટલે કે સોડિયમની માત્રા ખુબ વધુ ગોય છે. જો દરરોજ 2300 મિલીગ્રામથી વધુ સોડિયમનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર વધે છે અને સાથે કિડની પર વધારાનો ભાર લાગે છે. તમે એનિમલ બેસ્ડ પ્રોટીનથી વધુ પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનનું સેવન વધુ કરો. 

સૂપ

4/5
image

આપણે હંમેશા લાઇટ ફૂડ તરીકે સૂપ પીવાનું પસંદ કરીએ છીએ, શરદી, ફ્લૂ કે ગળામાં ખારાશને શાંત કરવા માટે તેને એક સારી રીત માનવામાં આવે છે. પરંતુ તેમાં મીઠાની માત્રા વધુ હોય છે, જે એક કપમાં 800 મિલીગ્રામ છે. સ્વાસ્થ્ય માટે સારૂ છે કે સૂપ બજારમાંથી ખરીદવાની જગ્યાએ ઘરે તૈયાર કરો. બાકી આ સૂપ તમારી કિડની પર અસર કરી શકે છે. 

સોયા સોસ

5/5
image

સોયા સોસ તે ચટણીઓના લિસ્ટમાં સામેલ છે જેમાં સોડિયમની માત્રા ખુબ વધુ હોય છે. એક ચમસી સોસમાં 950 મિલીગ્રામ સોડિયમ હોય છે. કારણ કે તેનાથી ફૂડનો ટેસ્ટ સારો આવે છે એટલે લોકો પસંદ કરે છે. પરંતુ તે કિડની માટે સારો નથી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ ડોક્ટરની સલાહ લઈ શકો છો)