PICS આ મહિલા પોલીસકર્મીની સુંદરતા તેની નોકરી માટે બની ગઈ મોટી આફત
દરેક મહિલા સુંદર દેખાવવા માંગતી હોય છે. પરંતુ જર્મનીની એક મહિલા પોલીસકર્મીની ખુબસુરતી તેની નોકરી માટે મોટી આફત બની ગઈ છે. કારણ કે સોશિયલ મીડિયામાં તેની તસવીરો જોઈને લોકો જાણીજોઈને કાયદાનો ભંગ કરી રહ્યાં છે. જેથી કરીને મહિલાકર્મી તેમને પકડે. જર્મીની આ પોલીસકર્મી એડ્રિએન કોલેસઝર તેની બોડી ફિટનેસ અને સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેના લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો ખુબ પસંદ કરાય છે. અનેક લોકો તેની પાસે આવીને કહે છે કે મને પકડી લો.
એડ્રિઅન રોજ પોતાની ફિટનેસ અને વર્કઆઉટના ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.
લગભગ બે વર્ષ પહલા આ જ કારણે તે ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે કહ્યું હતું કે મારા બોસને આ બધાથી કોઈ સમસ્યા નથી.
પરંતુ આ વર્ષની શરૂઆતમાં તેને છ મહીનાને અનપેડ લીવ પર મોકલવામાં આવી હતી. જેથી કરીને તે એક પોલીસકર્મી તરીકે નોકરી જોઈન કરે, કોઈ મોડલની જેમ નહીં.
પરંતુ હવે State of Saxonyના પોલીસ વિભાગે 34 વર્ષની આ ખુબસુરત મહિલા પોલીસકર્મીને નોટિસ ફટકારીને કહ્યું છે કે તે એક પોલીસકર્મી તરીકે નોકરી જોઈન કરે. કા પછી મોડલની જેમ સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરે.
કારણ કે આ રીતે વર્તવાથી વિભાગને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પણ વિભાગ પોલીસકર્મીઓની અછતના કારણે મુશ્કેલીમાં છે. (તસવીરો સાભાર ઈન્સ્ટાગ્રામ-Adrienne Koleszar)
Trending Photos