ક્યાંક લટકતા લટકતા, ક્યાંક ઉંઘતા ઉંઘતા અને ક્યાં પાણીના ટબમાં બેસીની ફિલ્મો જુઓ
સામાન્ય રીતે ખુરશી પર બેસી ફિલ્મ જોવાના થિયટર તો તમે જોયા હશે.પરંતુ તમે સુતા સુતા, પાણીના ટબમાં અને હોડીમાં બેસીને ફિલ્મ જોવાના થિયેટર નહીં જોયા હોય.કેટલાક એવા થિયટર છે જે દુનિયાના સૌથી અલગ અને અનોખા ગણાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ ફિલ્મોનો ટ્રેડ વધી રહ્યો છે.નવી ફિલ્મ આવે એટલે જોવા જવાનું પહેલાથી જ લોકો નક્કી કરીને રાખતા હોય.પરંતુ કેટલા એવા થિયેટર છે જેમાં તમે ક્યારેય ફિલ્મ નહીં જોઈ હોય.આ એવા થિયેટર છે જેમાં એકવાર ફિલ્મ જોવાની સૌ કોઈની ઈચ્છા હોય છે.પરંતુ આ દુનિયાના ખાસ થિયેટર છે જેમાં ફિલ્મ જોવાનો મોકો તમામને નથી મળતો.આ થિયેટરની બેઠક વ્યવસ્થા તેન બધાથી અલગ કરે છે.
ન માત્ર ભારતમા જ પણ આખી દુનિયા માટે આ થિયેટર આકર્ષણનું કેન્દ્ર છે.આ એવા થિયેટર છે જેને જોઈને એક વાર ફિલ્મ જોવા જવાની ઈચ્છા તમારી પણ થઈ જશે.આધુનિક સુવિધા સાથે ખાસ વ્યવસ્થાના કારણે આ થિયેટર તમામથી અલગ છે.જેમાં ફિલ્મ જોઈને લોકોને અલગ જ ખુશીનો અહેસાસ થાય છે.ત્યારે તમને ચોંકાવી દેનારા દુનિયાના 10 થિયેટર ક્યાં છે તે જોઈએ
પેરિસ
તમે હોળીમાં તો બેઠા જ હશો.પરંતુ તળાવ, નદી કે દરિયામાં જ બેઠા હશો.પરંતુ કોઈ તમને હોળીમાં બેસી ફિલ્મ જોવાનું કહે તો.ચોંકવાની જરૂર નથી પેરિસમાં આવું જ એક થિયટર છે.જ્યાં તમે તરતી હોળીમાં બેસીને ફિલ્મનો આનંદ લઈ શકો છો.
લંડન નોટિંગ
લંડનના નોટિંગ હિલના ઈલેક્ટ્રોનિક થિયેટરમાં ખાસ બેઠક વ્યવસ્થા જોવા મળે છે.પ્રથમ લાઈનમાં અહીં બેડ લાગેલા છે.પાછળ સોફા લાગેલા છે.જેમાં દરેક સોફાની વચ્ચે ટેબલ લેંપ રાખવામાં આવ્યા છે.તમે સોફા અથવા બેડ જેની ઈચ્છા થાય તેના પર બેસી અથવા ઉંઘીને ફિલ્મની મજા માણી શકો છો.
મોસ્કો
મોસ્કોમાં એક આઈકિયા બેડરૂમ સિનેમાં છે.જ્યાં ખુરશીના બદલે બેડનો ઉપયોગ કરવામાં આવે છે.આ થિયેટરમાં જાઓ તો તમેને લાગે કે કોઈના બેડરૂમમાં આવી ગયા છો.થિયેટરમાં અનેક બેડ લાગેલા છે અને તેમાં રજાઈ, ટેબલ લેંપ સહિતની સુવિધા લોકોને આપવામાં આવે છે.જેથી તમે તમારા બેડરૂમમાં ઉંઘતા ઉંઘતા ફિલ્મ જોતા હો તેવું લાગે છે.
મલેશિયા
ભારતમાં તમેને બિન બેગનું ચલણ ઓછું જોવા મળે છે.પણ મલેશિયામાં તો એક થિયેટરનું નામ જ છે બિન બેગ સિનેમાં.જેમાં ખુરશીના બદલે તમને બેસવા માટે બીન બેગ મળે છે.જેના પર આરામથી બેસી તમે ફિલ્મનો આનંદ લઈ શકો છો.
લંડન, ટબ સિનેમાં
તમે ક્યારે વિચાર્યું છે પાણીના ટબમાં બેસીને ફિલ્મ જોઈએ શકાય.હા લંડનમાં એક એવું અજીબ ટબ સિનેમાઘર છે.જ્યાં તમે પાણીથી ભરેલા ટબમાં બેસી ડ્રિંક્સની સાથે ફિલ્મની મજા લઈ શકો છો.
ઈંડોનેશિયા
ખુરીશી, સોફા અને બેડ લાગેલા થિયેટર તો જોયા, પણ શું તમે મખમલની પથારી પર સુઈને ફિલ્મ જોઈ છે.ના જોઈએ હોય તો ઈંડોનેશિયાના જકાર્તામાં આવેલ વેલ્વેટ ક્લાસ થિયેટરમાં જઈ આવો.અહીં તમને મખમલની પથારી અને ખાવા-પીવાની વસ્તુઓ મખમલના ટેબલ પર મળશે.જેથી તમે આનંદથી ફિલ્મ જોઈ શકો.
હંગેરી
સેન્ટ્રલ યુરોપમાં એક માત્ર બેડ સિનેમાં આવેલું છે.હંગેરના આ થિયેટરનું નામ છે બુડા બેડ.આ થિયેટરમાં તમે તમારા આખા પરિવાર સાથે ફિલ્મ જોઈ શકો છો.
ગ્રીસ
જો તમને ફિલ્મ જોવા માટે ખુરશી નહીં પણ અલગ બેડ આપવામાં આવે તો.ગ્રીસમાં એક એવું થિયટર છે જ્યાં ફિલ્મ જોવા લોકોને મળે છે અલગ પર્સનલ બેડ.જેના પર આરામથી સુઈને તમે ફિલ્મ જોવાની મજા માણી શકો છો.
ગ્રેટ બ્રિટન
સોલે ફિલ્મ તો તમે જોઈ જ હશે.પરંતુ શું તમે સોલે થિયેટર જોયું છે.આ સોલે થિયેટર છે ગ્રેડ બ્રિટનમાં.જેમાં માત્ર 8 વ્યક્તિ બેસીને ફિલ્મનો આનંદ લઈ શકે છે.આ થિયટર સંપૂર્ણ રિતે સોલાર ઉર્જાથી ચાલે છે.જેમાં એક મોબાઈલ હોલ છે જેમાં 8 લોકો એકસાથે ફિલ્મ જોઈ શકે છે.
અમેરિકા
અમદાવાદના ડ્રાઈવીન સિનેમા તો તમે જોયું હશે.પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં સાઈ-ફાઈન ડાઈન-ઈન થિયેટર ઘણું અલગ છે.અહીં તમે કારની સિટ પર બેસીને ફિલ્મનો આનંદ માણી શકો છો.એટલું નહીં પણ ફિલ્મ જોતા જોતા લંચ અને ડિનરનો પણ ઓર્ડર કરી શકો છો.
Trending Photos