Strange Rules of Arab Countries: જાણો અરબ દેશોના દુનિયા કરતા વિચિત્ર નિયમો, તમે પણ કહેશો કે સાવ આવું તો ના હોય...!
નવી દિલ્લીઃ દુનિયાના અલગ અલગ દેશોમાં અનેક પ્રકારનાં અજીબો-ગરીબ કાયદા હોય છે. આ કાયદા સાંભળીને તેના પર કદાચ વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય એટલા વિચિત્ર કાયદા હોય છે. કેટલાક દેશોમાં આવા કાયદા સાંભળીને નવાઈ લાગશે. આ લેખમાં અને તમને અરબ દેશના કેટલાક એવા કાયદા વિશે જણાવીશું, કે જેને જાણીને તમને નવાઈ લાગશે.
સાઉદી અરબ (Saudi Arabia)
સાઉદી અરબમાં મહિલાઓ માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. અહીં જો કોઈ મહિલા બહાર નીકળે છે તો તેની સાથે કોઈ પુરૂષનું હોવુ જરૂરી છે. આ સિવાય દેશમાં કોઈ મહિલા સાથે રેપ થયો હોય તો તેને ત્યાં સુધી સજા નથી આપી શકાતી જ્યાં સુધી તેની સામે 4 સાક્ષી ન હોય. અહીંનો સૌથી મોટો વિચિત્ર નિયમ એ છે કે, કોઈપણ વ્યક્તિ સેન્ડવીચ પર સોસ લગાવીને ખાવા પર પ્રતિબંધ છે. સૌથી મોટી આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે, અહીં મહિલાઓને મત આપવાનો અધિકાર નથી. મહિલાઓને અહીં મત આપવાને લાયક સમજવામાં નથી આવતી.
યમન (Yemen)
આ દેશમાં મહિલાઓની ‘સાક્ષી અડધી’ માનવામાં આવે છે. અહીંની કોર્ટમાં મહિલાઓની જુબાની આખી નથી માનવામાં આવતી. જો મહિલાની જુબાનીને કોઈ પુરુષ સમર્થન નથી કરતા તો કોર્ટ તેની જુબાનીને ગંભીરતાથી નથી લેતી.
સંયુક્ત અરબ અમીરાત (UAE)
સંયુક્ત અરબ અમીરાતમાં લગ્ન વગર કોઈપણ વ્યક્તિ મહિલા સાથે નથી રહી શકતો. જો કોઈ પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે રહે છે, તો તેને કડકમાં કડક સજા આપવામાં આવે છે. સાથે જ ત્યાં કપલ સાર્વજનિક જગ્યા પર કિસ નથી કરી શકતા. આ સાથે જ બંનેના હગ કરવા અને હાથ પકડીને ચાલવા પર પણ પ્રતિબંધ છે. વર્ષ 2005માં એક બ્રિટિશ કપલને એક રેસ્ટોરન્ટમાં કિસ કરવા બદલ 1 મહીનાની સજા આપવામાં આવી હતી.
કુવૈત (Kuwait)
કુવૈતનો વિચિત્ર નિયમ એ છે કે અહીં સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવે છે પરંતુ તેને હથિયાર રાખવાનો અધિકાર નથી. હવે સવાલ એ થાય છે કે, હથિયાર વગર મહિલાઓ સેનામાં યુદ્ધ લડશે કેવી રીતે?
ઈરાન (Iran)
ઈરાનમાં વર્ષ 2013માં અજીબો-ગરીબ નિયમ લાગુ કરવામાં આવ્યો. આ કાયદા મુજબ દત્તક લીધેલી પુત્રી સાથે પિતા લગ્ન કરી શકે છે. આ માટેની શરત એ છે કે, પુત્રીની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ હોવી જોઈએ.
Trending Photos