World Cup 2023 Final: આગામી વિશ્વકપમાં નહીં જોવા મળે આ સ્ટાર ખેલાડીઓ, નામ જાણીને ચોકી જશો
World Cup 2023 Final: આઈસીસી વિશ્વકપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ રહી છે. આગામી વિશ્વકપ 4 વર્ષ બાદ 2027માં રમાશે. 2027 વિશ્વકપનું આયોજન સાઉથ આફ્રિકામાં થશે. આ વર્ષે રમાનાર વિશ્વકપ ઘણા દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લો હોઈ શકે છે. આજે અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે આગામી વિશ્વકપ પહેલા નિવૃત્ત થઈ શકે છે.
વિરાટ કોહલી
ભારતીય ખેલાડી એટલે કે કિંગ કોહલી માટે આ વિશ્વકપ છેલ્લો હોઈ શકે છે. વિરાટ હાલ 35 વર્ષનો છે અને 2027માં 39 વર્ષનો થઈ જશે. તેવામાં આ કોહલીનો છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે.
રોહિત શર્મા
રોહિત શર્માની ઉંમર 36 વર્ષ છે. આગામી વિશ્વકપ 2027માં રમાવાનો છે. તે સમયે રોહિત શર્મા 40 વર્ષનો થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે આ તેનો છેલ્લો વિશ્વકપ છે.
સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ માટે આ છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. સ્મિથની ઉંમર 34 વર્ષ છે અને તે આગામી વિશ્વકપ સુધી 38 વર્ષનો થઈ જશે. તેવામાં તે લગભગ મેદાન પર જોવા મળશે નહીં.
બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સની ઉંમર 32 વર્ષ છે. 2027ના વિશ્વકપમાં તે 36 વર્ષનો થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે સ્ટોક્સે તેનો છેલ્લો વિશ્વકપ રમી લીધો છે.
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નરની ઉંમર 27 વર્ષ છે. 2027માં રમાનાર વિશ્વકપમાં વોર્નરની ઉંમર 41 વર્ષ થઈ જશે. તેવામાં આગામી વિશ્વકપમાં વોર્નર જોવા મળશે નહીં.
Trending Photos