World Cup: ફિલ્ડિંગમાં ફાંફાં, બોગસ બેટિંગ, ભંગાર કેપ્ટનશીપ, કાંગારુઓનું કંગાળ પ્રદર્શન
AUS vs SA: પાંચ વખત ODI વર્લ્ડ કપ જીતી ચુકેલી ઓસ્ટ્રેલિયા આ વખતે ICC વર્લ્ડ કપમાં પાછળ હોય તેવું લાગી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા યજમાન ભારત અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ હાર આપી હતી.
AUSની સતત બીજી હાર
આ વખતે ઓસ્ટ્રેલિયા ICC ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023)માં પાછળ જોવા મળી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા યજમાન ભારત અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ હાર આપી હતી.
નબળા પ્રદર્શનનું પ્રથમ કારણ
ઓસ્ટ્રેલિયાએ 5 વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે પરંતુ આ વખતે તેની શરૂઆત ઘણી ખરાબ રહી છે. તેનું પહેલું કારણ ખેલાડીઓની ઈજા છે. માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડી ઈજાના કારણે પ્રથમ મેચ રમી શક્યા ન હતા. જ્યારે તે બીજી મેચમાં આવ્યો ત્યારે તે 2 ઓવર ફેંકી શક્યો હતો અને 5 રન બનાવીને જતો રહ્યો હતો.
સ્પિનમાં નબળું પાસુ-
ઓસ્ટ્રેલિયાની નબળાઈનું બીજું કારણ નબળું સ્પિન આક્રમણ છે. દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય પીચો પર સ્પિનરોનું વર્ચસ્વ છે. ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયન ટીમનો અનુભવી ઓલરાઉન્ડર છે, જેને ભારતમાં રમવાનો અનુભવ પણ છે. તેના સિવાય અન્ય કોઈ સ્પિનર ભારતીય પિચોને સારી રીતે જાણતા નથી.
કેપ્ટનશિપ પર પણ સવાલો
કેટલાક લોકોને લાગે છે કે વર્લ્ડ કપમાં પેટ કમિન્સને બદલે અન્ય કોઈને ઓસ્ટ્રેલિયાની કમાન મળવી જોઈતી હતી. ખરેખર, પેટ કમિન્સ પાસે ટેસ્ટ ફોર્મેટમાં ઘણો અનુભવ છે. તે ODI ફોર્મેટને સમજે છે પરંતુ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ તેના કરતા વધુ આ ફોર્મેટમાં રમ્યા છે.
ફ્લોપ બેટિંગ
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં બેટિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યું નથી. જો આવી જ હાલત રહી તો કાંગારુંઓ કંગાળ હાથે પાછા જશે. બેટિંગ યુનિટ સતત ફ્લોપ થઈ રહ્યું છે. ટીમ ભારત સામે 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે દક્ષિણ આફ્રિકા સામે 177 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે છેલ્લી મેચમાં 46 રન બનાવ્યા હતા પરંતુ સાઉથ આફ્રિકા સામે તે 19 રન જ બનાવી શક્યો હતો. એટલું જ નહીં, લાબુશેને મિડલ ઓર્ડરમાં ચોક્કસપણે પ્રયાસ કર્યો પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં.
ફિલ્ડિંગમાં ફાંફાં
એક સમયે ફિલ્ડિંગમાં વર્લ્ડ ક્લાસ ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે મેદાનમાં ફિલ્ડિંગ કરતી વખતે ફાંફાં મારતી દેખાઈ રહી છે. આડા-તેંઢા તો શું સીધા હાથમાં કેસ આવે છે એ બોલ પણ હવે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને દેખાતા નથી. વર્લ્ડ કપમાં આગળ જવું હશે તો સુધારવી પડશે આ ભૂલો.
Trending Photos