PHOTOS: પત્નીએ પતિને 'કૂતરો' બનાવી ગળામાં ચેન બાંધી આખા શહેરમાં ફેરવ્યો, કારણ જાણી માથું ભમી જશે
બ્રાઝિલના એક રેલવે સ્ટેશન પર હાજર લોકો એક મહિલાને જોઈને સ્તબ્ધ થઈ ગયા. કારણ કે મહિલા તેના પતિ સાથે કૂતરા જેવું વર્તન કરતી હતી. મહિલાનો પતિ કૂતરાના ગેટઅપમાં હતો અને તેના ગળામાં ચેન પણ બાંધેલી હતી. ઘણીવાર સુધી મહિલા પતિ સાથે આ રીતે જ ફરતી રહી. જાણે કોઈ ડોગને ટહેલાવતી હોય. આ જોઈને લોકો તથા સાથે સાથે સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. કોઈને કઈ સમજમાં ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે.
કપલે આપ્યો અજીબ તર્ક
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ મહિલાનું નામ લૌના કાઝકી(Luana Kazaki) છે અને તેના પતિનું નામ આર્થર ઓ ઉર્સો (Arthur O Urso) છે. લૌનાએ તેના પતિને કૂતરાનો ગેટઅપ પહેરાવ્યો અને તેના ગળામાં પટ્ટો બાંધીને ભીડવાળા રેલવે સ્ટેશન પર લઈ ગઈ. અહીં તે ઘણીવાર સુધી આર્થર સાથે એવી રીતે ઘૂમતી રહી કે જાણે કૂતરાને લઈને ફરતી હોય. કપલનો દાવો છે કે આ પ્રકારે ડોગ બનીને જાહેર સ્થળ પર જવાથી કામવાસના વધે છે.
ઘૂરી ઘૂરીને જાતા રહ્યા લોકો
આર્થર ઓ ઉર્સોનો ડ્રેસ ચામડાથી બનેલો હતો અને તેમાં ચેન પણ લાગેલી હતી. આ દમરિયાન કપલે સ્ટેશન પર ફોટોશૂટ પણ કરાવ્યું. એક ફોટામાં લૌના પતિ આર્થરના ગળામાં બાંધેલી ચેન ખેંચતી જોવા મળી. સ્ટેશન પર જેણે પણ કપલની આ હરકતો જોઈ તે થોડીવાર માટે તો વિચારમાં જ પડી ગયા કે આખરે આ મામલો શું છે. લોકો બંનેને ઘૂરી ઘૂરીને જોતા રહ્યા.
લોકો માટે આ નવો અનુભવ હતો
આર્થરે કહ્યું કે લોકો મારા કપડાં જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમના માટે આ એક નવો અનુભવ હતો. સ્ટેશન બાદ કપલ આ અંદાજમાં અન્ય જાહેર સ્થળો ઉપર પણ ફર્યું. પતિ આર્થરે દાવો કર્યો કે આ એક અલગ પ્રકારનો રોમાંચ છે અને તેનાથી તેમની કામવાસના વધે છે. તેણે કહ્યું કે બીજા લોકોને ભલે આ અજીબ લાગે પરંતુ અમારી સેક્સ લાઈફ તેનાથી સારી થાય છે.
કેનેડામાં પણ જોવા મળ્યો હતો આવો સીન
અત્રે જણાવવાનું કે કેનેડામાં પણ એક મહિલાએ આ જ પ્રકારની હરકત કરી હતી. જો કે આ માટે તેણે દંડ પણ ભરવો પડ્યો હતો. મહિલા તેના પતિને ચેનથી બાંધીને રસ્તાઓ પર ઘૂમતી જોવા મળી હતી. તેણે લોકોને કહ્યું હતું કે તે પોતાના કૂતરાને ફેરવવા નીકળી છે. જ્યારે કેટલાક અન્ય લોકોનું કહેવું છે કે સેક્સ લાઈફને સારી બનાવવા માટે પતિને કૂતરો બનાવીને ઘૂમવું એ સમજ બહારની વાત છે. કામેચ્છા વધારવા માટે આ પ્રકારનું પ્રદર્શન કરવું યોગ્ય નથી.
Trending Photos