દ્વારકાના નાગેશ્વર જ્યોર્તિલિંગના ગર્ભગૃહમાં મહિલાએ જબરદસ્તી જવાનો પ્રયાસ કર્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

Dwarka Nageshwar Jyotirlinga : દ્વારકાનાં નાગેશ્વર મહાદેવ મંદીરનો વિડિયો વાયરલ થયા બાદ CCTV ફૂટેજ આવ્યા સામે..... મહિલાએ જબરદસ્તી મંદિર વ્યવસ્થાને તોડી ગર્ભગૃહમાં કર્યો પ્રવેશ......પ્રવેશ પર સિક્યોરિટી દ્વારા રોક લગાવતા સર્જાઈ બબાલ
 

1/7
image

ગુજરાતનું જ્યોર્તિલિંગ દ્વારકાના નાગેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાએ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની ઘટનાથી બબાલ સર્જાઈ. મહિલાએ જબરદસ્તીથી ગર્ભગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.... સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા

2/7
image

ગત રોજ દ્વારકાના અતિપ્રસદ્ધિ નાગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા અંગે બબાલ થઈ હતી. આ દરમિયાન થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પંડિતો દ્વારા ભક્તોને મારામારીનો આક્ષેપ થયો હતો. પરંતું એક મહિલાએ જબરદસ્તીથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા મુદ્દે આ બોલાચાલી થઈ હોવાનું ખૂલ્યું છે. મહિલા મંદિર વ્યવસ્થા તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કરતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. 

3/7
image

ગઈ કાલે નાગેશ્વર મહાદેવ મંદિરનો બલાલનો વીડિયો વાયરલ થયા બાદ આજે બીજા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ જોવા મળ્યું કે, મહિલા જબરદસ્તી મંદિર ગર્ભગૃહ પ્રવેશ કરી રહી છે. મહિલાના રેલિંગ કૂદીને અંદર આવી રહ્યાં અને મંદિર તંત્ર દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેવુ સીસીટીવીમાં દેખાય છે.   

4/7
image

દર્શનાર્થી મહિલાએ મંદિર વ્યવસ્થાને તોડી ગર્ભ ગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પૂજારી અને સ્ટાફ દ્વારા મહિલાને સમજાવતા બબાલ મચી હતી. ગર્ભગૃહમાં પ્રવેશ અંગે રોજ લગાવતા બબાલ સર્જાઈ હતી. સિક્યોરિટી દ્વારા રોકવામાં આવતા મહિલાએ હાથપાઈ કરી હતી.   

5/7
image

આ ઘટના અંગે મંદિરના પંડિતે જણાવ્યું કે, નાગેશ્વર મંદિરમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં હકીકત કંઈક અલગ જ છે. એક મહિલાએ મંદિરના નિયમ મુજબ દર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. રેલિંગ કૂદીને તેઓ અંદર જતા રહ્યા હતા. તેમણે મંદિરના કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ હતું. આ મહિલાએ કપડા પણ ફાડવાનો પ્રયાસ ક્રયો હતો. તેમજ મંદિર ટ્રસ્ટ તેમજ પૂજારીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ભક્તોને નમ્ર અપીલ છે કે, સત્ય હકીકત પર ધ્યાન આપે.

6/7
image

નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે.  

7/7
image