આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ; જુઓ મનોહર દ્રશ્યો

તેજસ દવે, મહેસાણા: ઊંઝા એટલે સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું સ્થાનક. ઊંઝા ખાતે મા ઉમિયાની વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય નગરયાત્રા યોજવાની વર્ષોથી પ્રથા ચાલી આવે છે. જો કે કોરોના કાળના બે વર્ષથી માતાજીની નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઊંઝામાં આજે ધાર્મિક પ્રથા અનુસાર ઉમિયા માતાજીની નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ભજન મંડળીઓ જોડાઈ હતી. તો 150 કરતા વધુ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા.

1/6
image

ઊંઝા એટલે મા ઉમિયાનું પવિત્ર સ્થાનક. આ સ્થાનક સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ઊંઝા મા ઉમિયાનું સ્થાનક હોવાને લઈને આ નગરમાં દર વર્ષે માતાજીની નગરયાત્રા કાઢવાની પ્રથા ચાલી આવે છે.

2/6
image

વૈશાખ સુદ પૂનમના દિવસે સમગ્ર નગર ભક્તિમય માહોલમાં રંગાઈ જાય છે. આ દિવસે સમગ્ર ઊંઝાના નગરજનો પોતાનો વ્યવસાય બંધ રાખી માતાજીના આર્શીવાદ લેવા ઉમટી પડે છે.

3/6
image

ત્યારે આજે વર્ષો જૂની આ પ્રથા અનુસાર આજે માતાજી નગર યાત્રાએ નીકળ્યા હતાં. માતાજીની આ શોભાયાત્રામાં ભજન મંડળીઓ, રાસ મંડળીઓ અને અનેક વિધ આકર્ષણ પણ જોવા મળ્યા હતા.

4/6
image

નગરયાત્રામાં 150 થી વધુ ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રા ઉમિયા ધામ ઊંઝાથી સવારે 8.15 કલાકથી નીકળી ઊંઝા શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કર્યું હતું.

5/6
image

યાત્રા 3 કિલોમીટર લાંબી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરયાત્રામાં જિલ્લા કલેકટર, એસ પી સહિત ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા.

6/6
image

નગરયાત્રા દરમ્યાન ઉંઝા શહેરમાં ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધી ઘરે ઘરે લાપસી કરવામાં આવી હતી. એટલે કે માની નગર યાત્રા નિમિત્તે સમગ્ર ઉંઝા શહેરમાં ભક્તિની લહેર ફેલાઈ ગઈ હતી.