કોણ જોઈ રહ્યું છે વારંવાર તમારી Instagram પ્રોફાઈલ, આ રીતે દેખાશે તમામ નામ, રહો સુરક્ષિત
Instagram Tips & Tricks: આજકાલ ઈન્સ્ટાગ્રામ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં તમે ફોટા શેર કરી શકો છો, મેસેજ મોકલી શકો છો અને વૉઇસ કૉલ પણ કરી શકો છો. પરંતુ કેટલાક લોકો આ એપનો ખોટો ઉપયોગ પણ કરે છે. કેટલાક લોકો જે તમને ફોલો કરતા નથી, તેઓ તમારી પ્રોફાઇલ પણ જોઈ શકે છે. જી હા.. તમારી દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે છે અને તમારી પ્રાઈવેસીનું ઉલ્લંઘન પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામમાં એવું કોઈ ફીચર નથી કે જેના દ્વારા તમે જાણી શકો કે કોણ તમારી પ્રોફાઇલ પર વારંવાર આવે છે. પરંતુ અમુક ઈન્ડિકેશન્સથી તમે સમજી શકો છો.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુરક્ષિત રાખવું જરૂરી
ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રાઈવેસી સુરક્ષિત રાખવી ખુબ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે અમુક લોકો તમારી ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. ઈન્સ્ટાગ્રામમાં અમુક સેટિંગ્સ છે જેની મદદથી તમે અંદાજો લગાવી શકો છો કે કો તમારી પ્રોફાઈલ જોઈ શકે છે. આવો જાણીએ કે કેવી રીતે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો.
કેવી રીતે જોશો કે કોણ જોઈ રહ્યું છે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ?
સૌથી પહેલા, ઈન્સ્ટાગ્રામ એપ ખોલો અને તમારી પ્રોફાઈલ પર જાવ. પછી, ઉપર ડાબી બાજુ ખુણામાં ત્રણ લાઈનો પર ક્લિક કરો. ત્યારબાદ "Blocked" સેક્શનમાં જાવ.
મળશે આ સેક્શન
અહીં તમને "You May Want to Block" નામનું એક સેક્શન મળશે. આ સેક્શનમાં ઘણા લોકોની પ્રોફાઈલ નજર આવશે. જો તમને લાગે છે કે કોઈ તમને પરેશાન કરી રહ્યું છે, તો તમે તેણે બ્લોક કરી શકો છો. એવું પણ બની શકે કે તમને અહીં તમારું કોઈ નામ પણ ના દેખાય.
એકાઉન્ટ સુરક્ષિત રાખો
ઈન્સ્ટાગ્રામ તમારી ગુપ્ત અને ખાનગી જાણકારીને સુરક્ષિત રાખવા માટે ઘણા ફીચર્સ આપે છે. આ ફીચર્સની મદદથી તમે એ સુનિશ્ચિત કરી શકો છો કે કોઈ અજાણ્યું કે સ્ટોકર તમારી પ્રોફાઈલ ગતિવિધિઓનો ખોટો ઉપયોગ ના કરે.
પ્રાઈવેટ રાખી શકો છો એકાઉન્ટ
જો તમે ઈચ્છતા ના હોય કે કોઈ અજાણ્યું વ્યક્તિ તમારું એકાઉન્ટ ના જોવે તો તમે સેટિંગ્સમાં જઈને તમારું એકાઉન્ટને પ્રાઈવેટ રાખી શકે છે. જો સામેવાળી કોઈ વ્યક્તિ તમને ફોલો રિકવેસ્ટ મોકલશે અને જ્યા સુધી તમે તેણે એક્સેપ્ટ નહીં કરો ત્યાં સુધી સામેવાળા વ્યક્તિને તમારી પ્રોફાઈલ દેખાશે નહીં. તમારા પર્સનલ એકાઉન્ટ તમારા ફોલોઅર્સ જ જોઈ શકશે.
Trending Photos