IPL 2022: એક સમયે રિંકુ સિંહને મળ્યું હતું ઝાડૂં મારવાનું કામ, કોણ છે રિંકુ સિંહ? હવે બન્યો મોટો સ્ટાર

Who is Rinku Singh IPL 2022: આઈપીએલ સીઝન 15માં 10 ટીમો એક બીજા પર ભારે પડી રહી છે. ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર રિંકૂ સિંહ તાજેતરમાં ખુબ જ ચર્ચામાં છે. શનિવારે રમાયેલી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં રિંકૂ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવામાં આવ્યો હતો. સીઝનની પહેલી મેચમાં જ પોતાના પ્રદર્શનથી રિંકૂ સિંહે ક્રિકેટ પ્રશંસકોને ઘણા પ્રભાવિત કર્યા હતા.

1/8
image

પહેલા રિંકૂ સિંહ શાનદાર ફીલ્ડિંગ કરતા ચાર કેચ લપક્યા, જેમાંથી ત્રણ કેચ તો છેલ્લી ઓવરોમાં મળ્યા હતા. ફીલ્ડિંગ બાદ બેટિંગમાં પણ કમાલ કરતા રિંકૂ સિંહે 35 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. જોકે તેમ છતાં કોલકાતાને હારનો સામનો કરવો પડ્યો.

2/8
image

12 ઓક્ટોબર 1997ના રોજ યૂપીના અલીગઢમાં જન્મેલા રિંકૂ સિંહનું ક્રિકેટ કરિયર જેટલું દેખાય છે તેટલું સરળ રહ્યું નથી. રિંકૂ સિંહ 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબર પર છે. તેના પિતા ગેસ સિલેન્ડની ડિલીવરીનું કામ કરે છે. એવામાં પરિવારની આર્થિક સ્થિતિ બરાબર ન હોવાના કારણે રિંકૂ સિંહનું ક્રિકેટર બનવાનું સપનું રોળાતું જણાયું હતું.

3/8
image

ત્યારે હતાશ થઈને રિંકૂ સિંહે એક નોકરી કરવાનો નિર્ણય લીધો, પરંતુ વધારે ન ભણવાના કારણે રિંકૂ સિંહને ઝાડૂ મારવાની નોકરી મળી રહી હતી. રિંકૂ સિંહે ત્યારબાદ ક્રિકેટ પર ફોકસ કરવાનું મન બનાવી દીધું. દિલ્હીમાં રમાયેલી એક ટૂર્નોમેન્ટમાં તેણે મેન ઓફ ધ સીરિઝમાં બાઈક મળ્યું હતું, જેણે પોતાના પિતાને આપી દીધું.

4/8
image

રિંકૂની મહેનત આખરે રંગ લાવી, જ્યારે વર્ષ 2014માં તેણે ઉત્તર પ્રદેશ તરફથી લિસ્ટ એ અને ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. પછી તેના બે વર્ષ બાદ રિંકૂ સિંહે પંજાબ વિરુદ્ધ મુકાબલામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કદમ રાખ્યો. રિંકૂ સિંહે અત્યાર સુધી 30 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5 સદી અને 16 અડધી સદીની મદદથી 2307 રન બનાવ્યા છે.

5/8
image

ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં તેની સરેરાશ 64.08 અને સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 163 રન રહ્યો છે. રિંકૂ અત્યાર સુધી 41 લિસ્ટ એ મેચ રમ્યો છે, જ્યાં તેણે 50.50ની 1414 રન બનાવ્યા. લિસ્ટ એ ક્રિકેટમાં રિંકૂ સિંહના નામ પર 1 સદી અને 12 અડધી સદી નોંધાયેલી છે. રિંકૂએ 62 ટી20 મેચોમાં 5 અડધીસદીની મદદદથી 1016 રન બનાવ્યા છે.

6/8
image

આઈપીએલ 2017ની હરાજી પહેલા રિંકૂ સિંહને કિંગ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ) એ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સીઝનમાં રિંકૂને એક પણ જ મેચ રમવાનો મોકો મળ્યો. વર્ષ 2018ની સીઝનથી રિંકૂ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા છે. આઈપીએલ 2022ની હરાજીમાં રિંકૂ સિંહને કેકેઆરની ટીમે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

7/8
image

8/8
image